Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગરની કૃતિકા ખીરા મક્કમતાપૂર્વક ટીવી-ફિલ્મ ક્ષેત્રે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહી છે.
ઝી-ટીવી પર રજૂ થઈ રહેલી એક્તા કપૂરની ભાગ્યલક્ષ્મી ટીવી સિરિયલમાં ખૂબ જ મહત્ત્વની નેગેટીવ રોલમાં અદ્ભુત અભિનય કરનાર કૃતિકા ખીરા હવે અન્ય પ્રોડક્શન હાઉસનું ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
દંગલ ટીવી ચેનલ પરથી પ્રાઈમ ટાઈમે રજૂ થઈ રહેલી 'મન અતિ સુંદર' ટીવી સિરિયલમાં પણ કૃતિકાને ટર્નિંગ પોઈન્ટસમાં મહત્ત્વની નેગેટીવ ભૂમિકા મળી છે.
મન-અતિસુંદર સિરિયલમાં તેણી નિહારિકાનો રોલ ભજવી રહી છે, જેમાં અતિ ગ્લેમરસ લૂક, અતિ આધુનિક કોસ્ચ્યુમ્સ સાથે કૃતિકા નેગેટીવ રોલમાં ચહેરાના હાવભાવ અને તેની એક્ટીંગ ટેલેન્ટને એક અલગ જ અંદાજમાં અભિવ્યક્ત કરી રહી છે.
કૃતિકાની ટીવી સિરિયલોમાં યુવાન, ગ્લેમરસ, બોલ્ડ લૂકના કારણે અને ખાસ કરીને બન્ને સિરિયલોમાં મહત્ત્વના નેગેટીવ રોલની સફળતાને ધ્યાને લઈને ટીવી તથા ફિલ્મ ક્ષેત્રના અન્ય પ્રોડક્શન હાઉસ, જાણીતા નિર્માતા-દિગ્દર્શકોનું ધ્યાન ખેંચાયું છે અને કૃતિકાના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં મોટા સ્ક્રીન પર હિન્દી ફિલ્મોમાં પણ તેની અભિનય કલા જોવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial