Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંટના હમારા કામ હૈ કેવલ, દેનેવાલા તો રામ હૈ કેવલ
આપણાથી નિર્બળ હોય એમને મદદ કરવામાં જ શક્તિની સાર્થક્તા છે. ઈશ્વરે મનુષ્યને બધા સજીવોમાં ચડિયાતું પદ આપ્યું છે, ત્યારે પશુ-પક્ષીઓ, અબોલજીવો પ્રત્યે પ્રેમભાવ રાખવો અને દરેક વ્યક્તિનો મનુષ્યધર્મ કહી શકાય. જામનગર તાલુકાના સિક્કા ગામે ઈશ્વરભાઈ મકવાણા રઘુકુલ શ્રેષ્ઠ ભગવાન શ્રીરામની કૃપાથી પોતાનો મનુષ્ય ધર્મ ઉત્તમ રીતે નિભાવી રહ્યા છે. ઈશ્વરભાઈ 'રામરોટી' એકત્ર કરી પ્રતિદિન ૪૦ કિલો રોટલા-રોટલી ગાય-શ્વાન સહિતના પશુઓ તથા પંખીઓને ખવડાવે છે. તહેવારોમાં મિષ્ટાન પણ આ પશુ-પંખીઓને આરોગવા મળી રહે છે. ઈશ્વરભાઈએ મધમખીઓ માટે ચબૂતરો બનાવ્યો છે. સાકાર, ખાંડ ઉપરાંત તેઓ ઋતુ અનુસાર ખજૂર, તરબૂચ અને કેરી પણ મધમાખીઓને પીરસે છે. ઈશ્વરભાઈ આ સેવાકાર્યમાં પોતાને નિમિત્ત બનવાનો અવસર મળ્યો છે એ વાતને સૌભાગ્ય ગણાવી બધાને દેવાવાળો તો રામ જ છે, તેમ કહી ઈશ્વર કૃપાથી જ આ સેવાકાર્ય વર્ષોથી સતત કરી શકતા હોવાનું જણાવે છે. આ જીવદયાના પરોપકારી કાર્યમાં યોગદાન આપવા ઈચ્છુક દાતાઓ ઈશ્વરભાઈ (મો. ૮૪૦૧ર ૮૦૪૭૩) નો સંપર્ક સાધી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial