Advertisement
Author: નોબત સમાચાર

દાયકાઓથી બંધ ભૂજિયો કોઠો આવતીકાલે ખૂલ્લો મૂકાશે

વડાપ્રધાને ઈ-લોકાર્પણ કર્યાના ૧૭૯ દિવસ પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં તળાવની પાળે આવેલ ગગનચૂંબી ઐતિહાસિક ઈમારત અને રક્ષિત સ્મારક એવા ભૂજિયા કોઠાને આવતીકાલે ૧૯ માર્ચના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ર૪ કરોડથી વધુના ખર્ચે અને કંઝર્વેઝન, રેસ્ટોરેશન અને કન્સોલીડેશન તથા રિ-પ્રોડક્શન સાથેનો પ્રોજેક્ટ પૂર્ણ થતા ૪ વૃષ કરતા વધુ સમય લાગી ગયો હતો, જે પછી ગત્ ર૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી ભૂજિયા કોઠાનું ઈ-લોકાર્પણ કર્યું હતું, પરંતુ લોકો માટે ભૂજિયો કોઠો ઈ-લોકાર્પના ૧૭૯ દિવસ પછી ખુલ્લો મૂકવામાં આવનાર છે.

ઉલ્લેખનિય છે કે, નવાનગર-જામનગરમાં જામરણમલજી બીજાના ૪ લાખ રપ હજાર કોરી (તત્કાલિન ચલણ) ના ખર્ચથી શાસનકાળમાં સંવત ૧૮૮ર સંવત ૧૮૯પ દરમિયાન એટલે કે ઈ.સ. ૧૮ર૬ થી ૧૮૩૯ દરમિયાન લગભગ તેર વર્ષના પરિશ્રમથી ભૂજિયા કોઠાનું નિર્માણ પૂર્ણ થયું હતું અને દુષ્કાળમાં પ્રજાને રોજીરોટી પ્રાપ્ત થઈ હતી. પોણાબસો વર્ષ અડીખમ રહ્યા પછી ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયા પછી જર્જરીત અને ઉપેક્ષિત હાલતમાં રહેલ ભૂજિયો કોઠો આખરે રેસ્ટોરેશન પછી ફરી તેની શાન પ્રાપ્ત કરી ચૂક્યો છે, ત્યારે દાયકાઓથી બંધ રહેલા ભૂજિયા કોઠાને અંદરથી પ્રથમ વખત નિહાળવા માટે લોકોમાં અનેરી થનગનાટ છે.

ગગનચૂંબી ઈમારત હોવાને કારણે અકસમાતો નિવારવા તથા મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને લઈ ભૂજિયા કોઠામાં એક સમયે પ્રથમ બે માળ પર મહત્તમ પ૦ વ્યક્તિને તથા ઉપરના ત્રણ માળ માટે મહત્તમ રપ વ્યક્તિને જ ક્રમ અનુસાર વારાફરતી પ્રવેશ આપવામાં આવશે. નાગરિકોને પણ રક્ષિત સ્મારકને નિહાળવા માટે નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

માહિતી આપતા પહેલા ઈતિહાસનો અભ્યાસ જરૂરી

મનપાએ આપેલ પ્રેસનોટમાં ભૂજિયા કોઠાના નિર્માણ કાર્યની સાલમાં ભૂલ

જામનગરનો ભૂજિયો કોઠો આવતીકાલે ૧૯ માર્ચના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે જે અંગે ભૂજિયા કોઠાની ઐતિહાસિક માહિતી સાથેની  જે પ્રેસનોટ મહાનગરપાલિકા દ્વારા મીડિયાને આપવામાં આવી છે તેમાં ભૂજિયા કોઠાના નિર્માણ કાર્યની સાલમાં ભૂલ જોવા મળી છે. પ્રેસનોટમાં ભૂજિયા કોઠાનું નિર્માણ ઈ.સ. ૧૮૩૯ થી ૧૮પર દરમિયાન થયું હોવાનો ઉલ્લેખ છે, જ્યારે નગરના સર્વ સ્વીકૃત અને અધિકૃત માનવામાં આવતા હરકિસન જોષી આલેખિત ઈતિહાસ પુસ્તક 'નગર, નવાનગર, જામનગર'માં ભૂજિયા કોઠાનું નિર્માણ સંવત ૧૮૮ર થી સંવત ૧૮૯પ દરમિયાન એટલે કે ઈ.સ. ૧૮ર૬થી ઈ.સ. ૧૮૩૯ દરમિયાન થયું હોવાનો ઉલ્લેખ છે. આમ ભૂજિયા કોઠાની ઐતિહાસિક ઈમારત અંગે મહાનગરપાલિકાની પ્રેસનોટમાં આવેલ માહિતી અને ઈતિહાસ પુસ્તકમાં અંકિત માહિતી વચ્ચે તફાવત જોવા મળ્યો છે, જેને પગલે ઈતિહાસના પૂરતા અભ્યાસ વગર મહાનગરપાલિકાએ પ્રેસનોટ પ્રસિદ્ધ કરી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh