Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં એકતાલીસ મહત્ત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમત્તે પસાર

પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ પદે યોજાયેલી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા પાલિકાની સામાન્ય સભા પ્રમુખ રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા નગરપાલિકા 'એ' ગ્રેડની થયા પછી પ્રથમ સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં પાલિકા હોલમાં યોજાઈ હતી, જેમાં મહત્ત્વના વિકાસની ૪૧ ઠરાવો સર્વાનુમત્તે મંજુર થયા હતાં.

ર૦-ર૪ ના ઉપજ વર્ષના હિસાબો બહાલ કરવા, લેગેસી વેસ્ટનો નિકાલ કરવા, હડતાળ પર ગયેલા સફાઈ કર્મીઓના પગાર ચૂકવવા, ખંભાળિયા શહેરની હદ વિસ્તારો વધતા નવા ભળેલા વિસ્તારોને સ્ટ્રીટ લાઈટો, રોડ-રસ્તા, નળજોડાણ, કચરા કલેક્શન વિગેરે સવલતો માટે સરકારમાંથી સ્પેશ્યલ ગ્રાંટ માંગવા, ઘી ડેમ વોટર વર્કસમાં જનરેટર સેટ વસાવવા, ખામનાથ પાસે કેનેડી બ્રિજના હાલના ૧ર૦ વર્ષ જુના પુલને હેરીટેજ ગણીને બાજુમાં નવો પુલ બનાવા સરકારમાં દરખાસ્ત કરવા, ખાડામાંથી ખંભાળિયા શહેરના વિકાસ માટે ફંડ માંગવા, ખંભાળિયામાં ભળેલા નજીકની ગ્રામ પંચાયતના વિસ્તારોનું રેકર્ડ સંભાળવા સહિત વિવિધ ગ્રાંટોમાંથી કામોનું આયોજન કરવાના મુદ્દાઓ, જડેશ્વ ટેકરી પાસે સ્ટેપટાર્ડન બનાવવા, ધીરજલાલ નરશીદાસ ટાકોદરાને લગત જમીન વેંચાણથી આપવાના ઠરાવો સર્વાનુમત્તે મંજુર થયા હતાં.

મિટિંગમાં ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુર, ઈજનેર એન.આર. નંદાણિયા, એકાઉન્ટન્ટ ધવલભાઈ ગોસ્વામી, વેરા વસૂલાત અધિકારી કિશોરસિંહ સોઢા, જીતેનભાઈ મકવાણા, એસ.આઈ. સંજય કરમુર વિગેરે તથા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, ભાજપના ખંભાળિયા પ્રભારી ગીતાબા જાડેજા જોડાયા હતાં. સંચાલન દેવેન્દ્ર બારિયાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh