Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ઝાડ પડવા સહિતની ૮પ ફરિયાદ ફાયરબ્રિગેડને મળીઃ મોડીરાત્રિ સુધી તમામનો નિકાલ

કેટલાક સ્થળે વાહનો પર ઝાડ, કાટમાળ પડ્યોઃ પોલીસચોકીના બોર્ડ ખરી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે વાવાઝોડા જેવા પવન અને કમોસમી વરસાદે ભારે નુકસાન સર્જયું છે. ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યા પછીથી શરૂ થયેલા ભારે પવને લોકોને જે સ્થળે હતા તે સ્થળે ઉભા રહી જવાની ફરજ પાડી હતી. તે દરમિયાન પવનના કારણે જામનગર શહેરને હરિયાળુ બનાવતા કેટલાક મોટા ઝાડો ધસી પડ્યા હતા. જેમાં ખાસ કરીને પેલેસ રોડ પર એક ઝાડ નીચે પાર્ક કરવામાં આવેલી મોટરમાં ઝાડ ધસી પડ્યું હતું. તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ઝાડવાઓ રોડ પર આડા પડી ગયા હતા. ફાયરના જણાવ્યા મુજબ ગઈકાલે ૮પ જેટલી કમ્પલેઈન તેમના સુધી આવી પહોંચી હતી. જેના પગલે ફાયરબ્રિગેડના સ્ટાફે દોડધામ શરૂ કરી મોડીરાત્રિ સુધીમાં તમામ કમ્પલેઈન ક્લિયર કરી હતી. કોર્પોરેશનના વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી અને પેલેસ રોડ ઉપરાંત અન્ય કેટલાક સ્થળોએ પણ પડી ગયેલા ઝાડવા નીચે કેટલાક વાહનો દબાયાના અહેવાલ બહાર આવી રહ્યા છે. એક સ્થળેથી ફાયરબ્રિગેડની ટીમે માનવ જિંદગી પણ બચાવી છે. અચાનક જ શરૂ થયેલા વંટોળીયાના કારણે સત્યનારાયણ મંદિર રોડ, રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ, દિગ્વિજય પ્લોટ, પટેલ કોલોની, રાજપાર્ક વગેરે વિસ્તારોમાં ઝાડ તૂટી પડવા ઉપરાંત કનસુમરા પાટીયા પાસે એક હોટલનો સામિયાણો પણ ભારે પવનના સૂસવાટા વચ્ચે તૂટયો હતો અને નજીકમાં પડેલી ક્રેટાને નુકસાન કરતો ગયો હતો. ધૂળના ગોટા વચ્ચે કેટલીક દુકાનોના પતરા પણ ઉડ્યા હતા. જેના કારણે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આડશમાં ઉભુ રહી જવું પડ્યું હતું. દિ. પ્લોટ-૪૯માં એક થાંભલો નમી પડ્યો હતો અને જી.જી. હોસ્પિટલ સામેની હનુમાન ગેઈટ પોલીસ ચોકીના બોર્ડ પણ ભારે પવનના કારણે ખરી પડ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh