Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપમાં પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જ થવાની અરજી ફગાવાઈ

એક વર્ષ પહેલાં શરૂ થયેલા કેસમાંથી મુક્તિની કરાઈ હતી માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરની એક શાળાના પૂર્વ આચાર્ય સામે ત્રણેક વર્ષ પહેલાં એક વિદ્યાર્થિનીએ લાંબા સમય સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરી હતી. તે કેસ શરૂ થયા પછી અદાલતમાં એક વર્ષ સુધી જુબાનીઓ લેવાઈ હતી. તે પછી આરોપીએ પોતે નિર્દોષ હોવાનું જણાવી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરતા અદાલતે તે અરજી રદ્દ કરી રૂ।.૧પ હજારની કોસ્ટ ભરપાઈ કરવા હુકમ કર્યાે છે.

જામનગરના અત્યંત ચકચારી એવા આ કિસ્સાની વધુ વિગત મુજબ સત્યસાઈ સ્કૂલમાં અગાઉ અભ્યાસ કરી ગયેલી એક વિદ્યાર્થિનીએ આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષ બુચ સામે દુષ્કર્મ આચર્યાની અને આ શખ્સે ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તરૂણ વયથી યુવાન વય સુધી પહોંચેલી આ વિદ્યાર્થિનીએ લાંબા સમય સુધી ત્રાસ સહન કર્યા પછી આખરે પરિવારની હિમ્મતના કારણે ફરિયાદ કરી હતી.

પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી મનિષ બુચના સગડ દબાવ્યા હતા. આ શખ્સની વડોદરામાંથી અટકાયત કરાયા પછી ધરપકડ કરાઈ હતી. તે દરમિયાન આરોપી મનિષ બુચે ડીઈઓની સહીવાળુ ખોટું સર્ટિફિકેટ બનાવી અદાલતમાં જામીન માટે રજૂ કર્યાનું ખૂલતા તે અંગે અલગથી ગુન્હો નોંધાયો હતો અને આ શખ્સે ટાટની પરીક્ષા આપી રહેલા પોતાના પત્નીને પાસ કરાવવા પોતાની શાળામાં પેપર ફોડ્યાનું પણ બહાર આવતા રાજ્યના શિક્ષણ વિભાગે તે અંગે પણ ગુન્હો નોંધાવ્યો હતો.

આ કેસની ટ્રાયલ અદાલતમાં શરૂ થયા પછી ચાર મહિના પહેલાં આરોપીએ પોતાને ખોટી રીતે ફસાવાયો છે તેમ જણાવી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી અને ફરિયાદી તેમજ તેના પરિવારને જેલસજા અને દંડ કરવા માગણી કરી હતી. તે અરજી સામે મૂળ ફરિયાદી તરથી રોકાયેલા વકીલ અશોક નંદા, પૂનમબેન પરમાર અને સરકાર તરફથી રોકાયેલા પીપી રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની અરજી રદ્દ કરી રૂ।.૧પ હજારની કોસ્ટ જિલ્લા કાનૂની સહાય સમિતિમા દસ દિવસમાં જમા કરાવી દેવાનો આદેશ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh