Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાગીને લગ્ન કરનાર યુવતીએ ડોક્યુમેન્ટ માંગતા જામી પડીઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયાના વાડીનારમાં એક યુવાને બેએક મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યા પછી તે બાબતે શનિવારે સાંજે યુવક-યુવતીના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં હુસેની ચોક પાસે રહેતા શબ્બીર ગફારભાઈ ભગાડના ભાઈ સાહિલે પાડોશમાં જ રહેતા એક પરિવારની પુત્રી સાથે બેએક મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે બાબતનો ખાર રાખી શનિવારે સાંજે ઈરફાન ઈબ્રાહીમ સુંભણીયા ઉર્ફે ગટુડા, સલીમ ઈબ્રાહીમ સુંભણીયા, જુમા ઈબ્રાહીમ, ઈબ્રાહીમ જાકુબ સુંભણીયા, સખીનાબેન ઈબ્રાહીમ, શહેનાઝબેન સલીમ સુંભણીયાએ શબ્બીરભાઈ તથા તેમના પરિવારના હાજરાબેન, આઈશાબેન, સાહિલ, જુબેદાબેન પર હુમલો કરી ગાળો ભાંડી ધમકી આપી હતી. ઈરફાન તેમજ સલીમ, જુમા, ઈબ્રાહીમ જાકુબે પથ્થર-ધોકાથી માર માર્યાે હતો અને શહેનાઝબેને પેટમાં પાટુ મારી જુબેદાબેનને ઈજા કરી હતી. તે ઉપરાંત ઈરફાન અને સલીમે ફોન કરીને અકબરને ગાળો ભાંડી હતી.
ઉપરોક્ત ફરિયાદની સામે સામાપક્ષના સખીનાબેન ઈબ્રાહીમ સુંભણીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રી જુબેદા સાથે સાહીલ ગફાર ભગાડે પ્રેમલગ્ન કર્યા પછી સખીનાબેન પાસે પોતાના ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને સખીનાબેને ડોક્યુમેન્ટ ન હોવાનું કહેતા તેનો ખાર રાખી શનિવારે સાંજે શબ્બીર ગફાર, અકબર ગફાર, સાહીલ ગફાર, હાજરાબેન શબ્બીર ભગાડ, આયશાબેન ગફાર, જુબેદાબેન સાહીલ ભગાડે હુમલો કર્યાે હતો. ધોકાથી માર મારવા ઉપરાંત હાજરાબેન ઉર્ફે રાણીએ મરચાની ભૂક્કી સખીનાબેન પર છાંટી હતી અને બચકુ ભરી લીધુ હતું. આઈશાબેને વાળ પકડી લીધા હતા. જ્યારે હાજરાબેન તથા જુબેદાએ ગાળો ભાંડી શહેનાઝબેનને ઢીકાપાટુથી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ પરથી પાંચ મહિલા સહિત બાર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial