Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના રાવલસરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા અદ્યતન આંગણવાડી ભવનનું કરાયું લોકાર્પણ

પાયાના સ્તરે સારૃં શિક્ષણ-પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિક્તાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના રાવલસર ગામે નવનિર્મિત આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમને પાયાના સ્તરે સારૂ શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિક્તા છે. રાવલસર ગામનું આ નવું આંગણવાડી ભવન માત્ર ઈમારત નથી, પરંતુ તે ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને રમતા-રમતા શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ આ અદ્યતન સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર અને મંત્રીનો અભાર માન્યો હતો.

લોકાર્પણ પછી મંત્રીએ આંગણવાડી ભવનની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.

આ કાર્યક્રમમાં હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ ભટ્ટી, આ વિસ્તારના સરપંચો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh