Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી તરીકે ૧૩ અને વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષમાં વિકાસવાદી રાજકારણનો નવો યુગ સ્થાપિત
૭ ઓક્ટોબર ર૦૦૧ એ ભારતના રાજકારણના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ દિવસ હતો, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સંઘના સ્વયંસેવકથી લઈને ભાજપના સંગઠનના કાર્યકર સુધીની સફર પછી પ૧ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વખત રાજ્યનું સૂકાન સંભાળ્યું. વિનાશક ભૂકંપ, મંદી અને અશાંતિમાં ઘેરાયેલું ગુજરાત તેમને વારસામાં મળ્યું, પરંતુ થોડા જ મહિનાઓમાં તેમની વહીવટી કુશળતા, દૃઢ નેતૃત્વ અને દૂરંદેશીપૂર્ણ વિચારસણીના પરિણામે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ.
શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શાસનનું નવું મોડલ વિક્સાવ્યું. પંચામૃત દર્શન-જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિ પર આધારિત વિકાસ મોડલ દ્વારા તેમણે ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે 'વાઈબ્રન્ટ સ્ટેટ' તરીકે સ્થાપિત કર્યું. 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ', 'સ્વાગત' ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ, 'શાળા પ્રવેશોત્સવ', 'કન્યા કેળવણી રથયાત્રા', 'કૃષિ મહોત્સવ', 'ખેલ મહાકુંભ' જેવી પહેલોએ લોકોમાં વિકાસ માટેની ભાગીદારીની ભાવના ઊભી કરી.
વર્ષ ર૦૧ચ્ માં ભારતના વડાપ્રધાન બન્યા પછી શ્રી મોદીએ ગુજરાત મોડલને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યું. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ'ના સૂત્ર સાથે તેમણે સમાવેશી વિકાસ અને આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કર્યું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત અભિયાન, નલ સે જલ અને ખેલો ઈન્ડિયા જેવી યોજનાઓ તેમની લોકકેન્દ્રિત દૃષ્ટિની સાક્ષી છે.
ભારતે વર્ષ ર૦ર૩ માં જી-ર૦ દેશોની અધ્યક્ષતા કરી, જે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન તરીકેના છેલ્લા ૧૧ વર્ષોમાં ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. સંરક્ષણ, ઉડ્ડયન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને બંદરોનો વિકાસ, વિગેરે ક્ષેત્રોમાં અવિરત પ્રગતિ થઈ છે. વૈશ્વિક સ્તરે 'વેકિસન મૈત્રી' અને 'ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ' જેવી પહેલોથી ભારતની કૂટનીતિને નવી ઓળ મળી છે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા એર સ્ટ્રાઈક અને પહલગામ હુમલાના વળતા જવાબ તરીકે ઓપરેશન સિંદૂર ચલાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સૈન્યની તાકાતનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો છે.
શ્રી નરેન્દ્ર મોદીએ ૧૩ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારપછી વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષના નેતૃત્વથી વિકાસવાદી રાજકારણને નવો અર્થ આપ્યો છે. ર૪ વર્ષની આ યાત્રા ભારતના આત્મવિશ્વાસ, પ્રગતિ અને વૈશ્વિક નેતૃત્વના નવા યુગનું પ્રતીક બની છે.
ગુજરાત રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક મોટા પ્રોજેક્ટોની અને વિકાસ કામોની ભેટ મળી છે, જેમાં ગીફ્ટ સિટીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલીયન એક્સચેન્જ, ૯૦૦૦ હોર્સ પાવરનું પ્રથમ લોકોમોટીવ એન્જિનનું પ્રોડક્શન, રાજ્યની જનતા માટે રૂ. ૩૩,૬૦૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ ધરી છે.
આ ઉપરાંત શિક્ષણના સથવારે સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ યાત્રા, ગુણોત્સવ જેવા અભિયાનો થકી શાળાઓમાં બાળકોનું વિક્રમજનક નામાંકન શકય બન્યું છે. નરેન્દ્રભાઈએ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરાવીને મેળવેલી રકમ કન્યાઓના શિક્ષણ ભંડોળમાં અર્પણ કરી છે.
સેક્ટર સ્પેસીફિક યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા ૩૦ વર્ષ પછી ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી સુધારો થયો છે.
ખેડૂતોના હિતને ટોચની પ્રાથમિક્તા આપી ખેતરે ખેતરે હરિયાળી ક્રાંતિ લાવવા અનેક લાભદાયી યોજનાઓ અમલમાં છે. છેલ્લા ર૪ વર્ષમાં ૬૯,૦૦૦ કિ.મી. લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ થયું છે.
સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ ૧૪ મોટી પાઈપલાઈન દ્વારા ઉત્તર ગુજરાત તથા પાકિસ્તાનની બોર્ડર સુધી નર્મદાના નીર પહોંચતા થયા છે. રાજ્યમાં ટેન્કર રાજનો અંત આવ્યો છે.
આરોગ્ય ક્ષેત્રે તમામ માટે વ્યાજબી સુલભ આરોગ્ય સેવા મળી રહે તેવી સુચારૂ વ્યવસ્થા અને યોજના અમલી બનાવી છે. રાજ્યમાં ર૪ વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા ૮ થી વધીને ૪૧ ની થઈ છે. તેની સાથે મેડિકલની બેઠકો પણ ૧૩૭પ થી વધીને ૭રપ૦ થઈ છે.
ગુજરાતમાં વિંચિતોના વિકાસ માટે ૨૦૦૯માં ગરીબ કલ્યાણ પોતાનો આરંભ થયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૪ ગરીબ કલ્યાણ મેળાના આયોજનથી ૧.૯૧ કરોડ નાગરિકોને લાભ મળ્યો છે.
ઔદ્યોગિક ક્ષેત્રે સમૃદ્ધિ લાવવા સમગ્ર રાજ્યમાં અનેક નવા પ્રોજેક્ટો અને લાભદાયી યોજનાઓ અમલમાં છે. ભારતે પ્રથમ વખત જી-ર૦ દેશોની અધ્યક્ષતા કરી, તેમાં ગુજરાતમાં ૧૮ બેઠકો સફળતાપૂર્વક યોજાઈ હતી. વડોદરામાં સી-ર૯પ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન થયું છે.
રાજ્યના પ્રવાસન ક્ષેત્રને છેલ્લા ર૪ વર્ષમાં નવી પાંખો આપી છે. ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહરની યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થયું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજ્યમાં પ્રથમ બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. હાલ રાજ્યમાં પાંચ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. હીરાસરમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. ઓખા-બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં મહિલા સશક્તિકરણના સંકલ્પ સાથે નારી શક્તિને વધુને વધુ ઉજાગર કરવા અનેક પ્રેરણાદયી અને લાભદાયી સરળ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૩૭૦ મી કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂરથી ભારતે વિશ્વને આતંકવાદ સામેની તાકાતનો પરચો બતાવી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial