Advertisement
Author: નોબત સમાચાર

ગ્રામ્યના ધારાસભ્ય, બિલ્ડર સહિત ત્રણની ફરિયાદના ગુન્હામાં એક આરોપીના જામીન

સોશિયલ મીડિયા પર બદનામ કરવાના ગુન્હામાં...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના એક બિલ્ડર તેમજ ગ્રામ્યના ધારાસભ્ય અને અન્ય એક આસામીએ કેટલાક સમય પહેલાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં કેટલાક શખ્સો સામે જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર બદનક્ષીકારક ચિત્રો મૂકી ધમકાવાયાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કેસમાં ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપીની જામીનમુક્તિ ફરમાવાઈ છે.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા જામનગરના બિલ્ડર જમનભાઈ શામજીભાઈ ફળદુ અને સ્મિત જયંતિભાઈ પરમાર નામના વ્યક્તિઓએ થોડા દિવસો પહેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્મિત પરમારે જણાવ્યું હતું કે, વિશાલ હેમતભાઈ કણસાગરા, પરસોત્તમ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, હેમંતભાઈ કણસાગરા, કૌશિક સખીયાએ ઈલેકટ્રોનિકસ કોમ્યુનિકેશન તથા સોશિયલ મીડિયાના સાધનો દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં એઆઈની મદદથી સ્મિત પરમાર અંગે ભ્રામક માહિતી ફેલાવતા બદનક્ષીકારક ચિત્રો બનાવી તેને વાયરલ કર્યા પછી રૂ।.૫૦ લાખની ખંડણી માંગી રૂ।.ર લાખ મેળવી લીધા હતા.

તે ઉપરાંત ધારાસભ્ય રાઘવજીભાઈ અને બિલ્ડર જમનભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિશાલ કણઝારીયા અને અન્ય વ્યક્તિઓએ એઆઈની મદદથી તેમના ફોટોગ્રાફ વિકૃત રીતે એડીંટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. ઉપરોક્ત ત્રણેય ફરિયાદ પરથી ગુન્હા નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી પૈકીના રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકીએ ત્રણેય કેસમાં જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજીમાંથી ધારાસભ્ય રાઘવજીભાઈ અને બીલ્ડર જમનભાઈ દ્વારા કરાયેલી ફરિયાદના કેસમાં અદાલતે રાજેન્દ્રસિંહની જામીનમુક્તિ ફરમાવવા ઉપરાંત સ્મિત જયંતિભાઈ પરમારની ફરિયાદમાં શરતોને આધીન જામીન આપવાનો આદેશ કર્યાે છે. આરોપી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, ગિરધરભાઈ વાઘેલા, એચ.પી. ઝાલા, કેયુર અજુડીયા, એન.એન. જાડેજા, વાય.જે. ઝાલા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh