Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાના બાળકોને કફ સિરપ નહીં પીવડાવવા કેન્દ્રની એડવાઈઝરી
નવી દિલ્હી તા. ૪: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી કુલ ૧૧ નાના બાળકોના મૃત્યુ પછી સફાળી જાગેલી સરકારોએ કડક કદમ ઉઠાવવાનું શરૂ કર્યુ છે. મધ્યપ્રદેશ સરકારે તપાસ સમિતિ રચી છે. તો રાજસ્થાન સરકારે ડ્રગ કન્ટ્રોલરને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી ૧૧ બાળકોના મૃત્યુના અહેવાલો પછી સફાઈ જાગેલી કેન્દ્ર સરકારે આ એડવાઇઝરી જાહેર કરી હતી.
આરોગ્ય મંત્રાલયે એમ પણ કહૃાું કે બંને રાજ્યોના બાળકોના મૃત્યુ સાથે જોડાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા કોઈ ઝેરી રસાયણો મળ્યા નથી.
આરોગ્ય મંત્રાલય હેઠળ આવતા એનજીએચએસએ તેમની સલાહમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ. જો આનાથી મોટી ઉંમરના બાળકોને કફ સિરપ આપવામાં આવે છે, તો તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.
આનો અર્થ એ છે કે દવા લેતા બાળકો પર નજર રાખવી જોઈએ. તેમને યોગ્ય માત્રા આપવી જોઈએ. તેમને શક્ય તેટલા ઓછા સમય માટે દવા આપવી જોઈએ. કફ સિરપ બહુવિધ દવાઓ સાથે ન આપવી જોઈએ. આ સલાહ ડીજીએચએસના ડો. સુનિતા શર્મા દ્વારા જારી કરવામાં આવી હતી.
બધા કિલનિકોએ સારી કંપનીઓની દવાઓ ખરીદવી જોઈએ
બધા આરોગ્ય કેન્દ્રો અને ક્લિનિક્સને પ્રતિષ્ઠિત, ફાર્માસ્યુટિકલ-ગ્રેડ દવાઓ ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. આ સલાહકારનો અમલ તમામ સરકારી મેડિકલ સ્ટોર્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં થવો જોઈએ.
મીડિયા અહેવાલો મુજબ રાજસ્થાન સરકારે પણ કડક અભિયાન અપનાવીને ડ્રગ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કર્યો છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવે એકસ પર લખ્યું કે, 'છિંદવાડામાં કોલ્ડ્રીફ સિરપના કારણે બાળકોનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. આ સિરપનું વેચાણ આખા મધ્ય પ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. સિરપ બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહૃાો છે. સિરપ બનાવનારી ફેક્ટરી કાંચીપુરમમાં છે, તેથી ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ સરકારને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શનિવારે વહેલી સવારે જ તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટના આધારે કડક એક્શન લેવામાં આવ્યા છે. બાળકોનું દુઃખદ મૃત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સ્તરે પણ આ મામલે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.'
સ્થાનિક સ્તરે છિંદવાડા વહીવટી તંત્રએ પહેલાં જ કોલ્ડ્રીફ અને નેકસ્ટ્રો-ડીએસ સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે રાજ્ય સ્તર પર વિશેષ તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને તબીબોની ભૂમિકાની તપાસ કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે, જે સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.
ઉલ્લ્ેખનિય છે કે, છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાઈરલ તાવની સારવાર માટે સ્થાનિક ડોક્ટરની સલાગ મુજબ, સિરપનું સેવન કર્યા પછી બાળકોની સ્થિતિ બગડવા લાગી હતી. તેઓ છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલમાં દાખલ થયા. પરંતુ, અનેક બાળકોને બચાવી ન શકાયા.
મૃતકોમાં શિવમ, વિધિ, અદનાન, ઉસૈદ, ઋષિકા, હેતાંશ, વિકાસ, ચંચલેશ અને સંધ્યા જેવા માસૂમ બાળકો સામેલ છે. પરિવારનો આરોપ છે કે, શરદી-ખાંસીની સમસ્યાએ તેમના બાળકોનો ભોગ લીધો તે પછી હવે આરોગ્ય વિભાગે માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ ડોક્ટરની સલાહ વિના બાળકોને કોઈપણ દવા ન આપે. વધુમાં, ૧,૪૦૦ થી વધુ બાળકો માટે જિલ્લા સ્તરીય સ્ક્રિનિંગ ઝુંબેશ ચાલી રહી છે જેથી સંભવિત અસરગ્રસ્ત બાળકોને વહેલા ઓળખી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial