Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીડીઓએ તેમનો ચાર્જ અન્યને સોંપ્યો હતોઃ
જામનગર તા. ર૬: જામનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપાબેન કોટકનો ચાર્જ અન્ય અધિકારીને સોંપાતા વિવાદ વકર્યો હતો. દરમિયાન આ અધિકારીની બદલી કરી નાખવામાં આવી છે.
જામનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ. કોટકની ડે. ડીઈઓ જામનગર તરીકે બદલી કરવામાં આવી છે. તેઓની સાત માસમાં જ બદલી થવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ નિમાયેલા નવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવ્યો હતો.
આ બિન વિવાદાસ્પદ અધિકારી સામે કોઈ જ ફરિયાદ પણ ન હતી. આમ છતાં તેના હોદાનો ચાર્જ અન્યને સોંપતા વિવાદ સર્જાયો હતો. આ પછી આ અધિકારીની અન્યત્ર બદલી થતા ચર્ચા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial