Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૧૯.૨૧ કરોડના વિકાસકામોની દરખાસ્તને મંજુરી

શ્રાવણ માસના સોમવાર, સાતમ-આઠમ અને નોમના તહેવારોમાં કતલખાના બંધ રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવા નિર્ણય

                                                                                                                                                                                                      

જામનગર તા.૭: જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.  ૧૯ કરોડ ૨૧  લાખની રકમના વિવિધ વિકાસ કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી ત્રણ દરખાસ્ત રજૂ થઈ હતી.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટી બેઠક આજે નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી.હતી. તેમાં કુલ ૧૨ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહયા હતા

વોર્ડ નં. ૨, મેહુલ પાર્કથી જલારામનગર તરફ આર.સી.સી. બોકસ કેનાલ બનાવવાના કામની દરખાસ્ત રી-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૮, રે.સ.નં. ૧૯ થી રે.સ.નં. ૧૩૫૦ સુધી રેલ્વે લાઈનને સમાંતર કનસુમરા ગામ તરફ જતાં સી.સી. રોડના (૧૮.૦૦ મી. ડી.પી. રોડ) કામ અંગે રૂ.  ૧૨૨.૨૦ લાખ, ૭૮-વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની માર્ગ અને મકાન વિભાગની ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્ય દ્વારા સુચવેલ સિવિલ વર્કસના કામ અંગે રૂ.  ૧૨૫ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં  સ્ટ્રેન્ધઇંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસના કામ માટે રૂ.  ૭.૫૦ લાખ સિવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૫) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ.  ૨૫૦ લાખ, આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૫, કનસુમરા પાટિયા સામેથી સર્વે નં. ૧૩૨૭થી સર્વે નં. ૧૩૦૭થી સર્વે નં. ૮૦ રાજકોટ જામનગર હાઈવે સુધી સી.સી. રોડના કામ અંગે રૂ.  ૬૬૯.૯૫ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬)માં નંદઘર (આંગણવાડી કેન્દ્ર) બનાવવા માટે રૂ.  ૩૨.૨૦ લાખના ખર્ચને મંજુર રાખવામાં આવ્યું હતું.

આઉટ ગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત  વોર્ડ નં. ૧૫, આર્શીવાદ એવન્યુ મેઈન રોડ ભાગ-૨ માં સી.સી. રોડનું કામ (એમ.ઈ.એસ.ની દીવાલ સુધી), વોર્ડ નં. ૧૫, સીલ્વર પાર્કથી એપલ ઈન્ટરનેશનલ સ્કૂલથી તુલસી પાર્ક સુધીના રોડમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૨૬.૨૧ લાખ, આઉટ ગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૫, ૨ણજીતસાગર રોડ રાજપૂત કન્યા છાત્રાલયથી જ્ઞાનગંગા સ્કૂલથી ખોડીયાર પાર્ક પાસેના કોમન પ્લોટ સુધી સ્ટ્રોમ વોટર કેનાલ અને સી.સી. રોડના કામ અંગે રૂ.  ૧૨૭.૬૯ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ.  ૫ લાખ, બેડી અને મહાપ્રભુજીહની બેઠક ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ કરવાના કામ માટે રૂ.  ૨૮.૨૦ લાખ, વોટર વર્કસ શાખાના હેડ વર્કસ પૈકી ખીજડીયા, પમ્પ હાઉસ તથા જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ તેમજ ઊંડ-૧, સસોઈ તથા આજી-૩ ડેમ સાઇટમાં  માનવ શક્તિ પૂરી પાડીને કોમ્પેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના કામ માટે રૂ.  ૧૨૯.૬૩ લાખ, વોટર વર્કસ શાખા હસ્તકના હેડ વર્કસની પાઈપ લાઈન નેટવર્કનું સ્ટ્રેંધનિંગ એન્ડ એક્ષપાન્સન કામ માટે રૂ.  ૪૮.૬૯ લાખ શ્રાવણી મેળા માટે પ્રદર્શન ગ્રાઉન્ડ તથા પાર્કિંગ ગ્રાઉન્ડમાં  લાઈટીંગ તેમજ ડેકોરેશન વ્યવસ્થાના કામ અંગે  રૂ.  ૭.૯૯ લાખ તેમજ શ્રાવણી મેળાના પ્રદર્શન ગ્રાઉન્ડ તથા પાર્કિંગ ગ્રાઉન્ડમાં પોલ, ગાળા, કેબલિંગ તેમજ તેને આનુસંગિક ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સહિતની વ્યવસ્થાના કામ અંગે રૂ.  ૮.૦૫ લાખ, જામનગર મહાનગરપાલિકાની કોમ્પ્યુટર શાખામાં પ્રોગ્રામરની જગ્યા ભ૨વા નવી નિમણૂક આપવા અંગે કમિશનરની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.તથા  સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં જુદા જુદા કોચ/ટ્રેનરની નવી નિમણૂક આપવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી

જામનગર મહાનગર સેવા સદનની જુદી-જુદી શાખાઓ પાસે રહેલ જુદા-જુદા પ્રકારનો ભંગાર માલસામાન નિકાલ (વેચાણ) કરવાના કામ અંગે કમિશનરની દરખાસ્ત માન્ય રાખી હતી જેથી રૂ.  ૧૦ લાખની આવક થશે. જામનગર મહાનગર સેવા સદનની ફાયર શાખા માટે ફાયર ફાયટીંગ સાધનો ખરીદ કરવાના કામ માંટે રૂ.  ૨૦ લાખના ખર્ચને મંજૂરી આપવા આવી હતી.  જ્યારે જુદી જુદી શાખાઓની આવેલ ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશનરની દરખાસ્ત રી-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત ત્રણ દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલી હતી જેમાં જામનગર શહેરના આસ્ફાલ્ટ પેચવર્ક/ આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે ખર્ચ રૂ.  ૧૦૬.૭૭ લાખ, જામનગર શહેરના આસ્ફાલ્ટ પેચવર્ક/આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે ખર્ચ રૂ. ૧૦૬.૭૭ લાખ ના ખર્ચને  મંજુર કરાયો હતો તેમજ  પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસના સોમવાર તથા સાતમ, આઠમ અને નોમ ના તહેવારો તેમજ પર્યુષણ ના પર્વ દરમ્યાન કતલખાનાઓ બંધ રાખવા માટે નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય તે કરવા માટે નિર્ણય લેવાયો હતો.

આમ આજની બેઠકમાં કુલ રૂપિયા ૧૯ કરોડ ૨૧ લાખ ના વિવિધ વિકાસકામોની દરખાસ્તો ને મંજૂરી આપવામાં આવી  હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh