Advertisement
Author: નોબત સમાચાર

સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ સંકલ્પો સાથે રીવાબા જાડેજા ઉજવશે પોતાનો જન્મદિવસ

રોજગાર મેળો, વિકાસકામોનું ઈ-લોકાર્પણ, યોજનાકીય લાભો સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ધારાસભ્ય રિવાબા જાડેજા આગામી તા. ૧૨મી સપ્ટેમ્બરે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા કાર્યો કરવાના સંકલ્પ સાથે પોતાના જન્મ દિવસની વિશેષરૂપે ઉજવણી કરશે.

જામનગરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'જનતાની સુખાકારી  એજ મારા જન્મદિવસની ઉજવણી' એ સૂત્રને સાર્થક કરવા માટે આગામી તારીખ ૧૨મી સપ્ટેમ્બર -૨૦૨૫ના  વિશ્વકર્મા બાગમાં સવારે ૧૦ વાગ્યે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પોના વિશેષ સંકલ્પની સાથે ઉજવણી કરવામાં આવશે.

ધારાસભ્ય રીવાબા જાડેજા, જેઓ પોતાના જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, અને ખાસ કરીને તેઓએ પોતાના જીવનમાં 'જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજવણી તે સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે. ત્યારે આ વખતે પણ આગામી તારીખ ૧૨ મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહૃાા છે.

 તે સમયે તેઓ જુદા જુદા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો, કે જે સમાજના દરેક વર્ગને સ્પર્શતા હોય, તેવા વિવિધ સેવા પ્રકલ્પોની સૂચિ બનાવીને તે કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી રહૃાા છે. જેમાં ૧,૦૦૦ થી વધુ યુવાનો માટે ૩૫ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે, તેમજ પાંચ પરિવારને ઇ.વી. રિક્ષાની ભેટ આપવામાં આવશે. જ્યારે મહિલાના સુપોષણ માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ કે જેનું પ્રદાન પણ કરવામાં આવશે, જ્યારે વોર્ડ નંબર -૨ સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવશે. ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ- લોકાર્પણ કરવામાં આવશે, જયારે વોર્ડ નંબર-૩ સ્થિત વિજ્યાબા હોલનું ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૭ લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ થશે.

 આ ઉપરાંત વોર્ડ નંબર -૨ પુનિત નગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે પુનઃ નિર્માણ થયું છે, જેનું પણ ઇ- લોકાર્પણ કરવામાં આવશે. વોર્ડ નંબર -૨ સ્થિત શ્રી સાઈબાબા મંદિરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૪ લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઇ- લોકાર્પણ કરાશે. આવાસ હોમ લોનના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલમાં રૂપિયા ૩૫ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપનું લોકાર્પણ કરાશે. જયારે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવશે.

 વોર્ડ નંબર -૪ સ્થિત બુથ નંબર ૪૮ના બુથ પ્રમુખ સ્વ. બલરામભાઈ ચાવડા ના પરિવારને રૂપિયા ૧૦ લાખ નો ચેક અર્પણ કરવામાં આવશે. જ્યારે ૭૮- વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા ૧૫ લાખનું વીમા કવચ પ્રદાન કરાશે. જયારે કુલ ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા ૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવશે.

 આગામી તારીખ ૧૨ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ કલાકે ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં આ તમામ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ સંતો -મહંતના આશીર્વાદ પણ મેળવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh