Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર ન્હાવા / સ્વીમીંગ કરવા આવતા હોય છે. ચોમાસા દરમ્યાન દરીયો તોફાની હોય તથા દરીયામાં જોરદાર પ્રવાહને કારણે બીચ પર ન્હાવુ / સ્વીમીંગ કરવું જોખમી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્રારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલ શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ સર્વે નં.૫૮થી શિવરાજપુર બીચના ખાડી-૨ પોઇન્ટના છેડા સુધી, ૫ કિલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર)માં આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને ન્હાવા / સ્વીમીંગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે.
આ જાહેરનામું તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial