Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રોટરી ક્લબ ઓફ છોટીકાશીના વરાયેલા પદાધિકારીઓનો પ્રદગ્રહણ સમારોહ

ડિસ્ટ્રીક્ટ ગવર્નર અમરદીપસિંહ બનેટની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરની રોટરી ક્લબ ઓફ છોટીકાશીના વર્ષ ર૦રપ-ર૬ ના કાર્યકાળ માટે નવા વરાયેલા પ્રમુખ વત્સલ ખીમસિયા તથા તેમની ટીમના સભ્યોનો પદગ્રહણ સમારોહ રોટરીના ડિસ્ટ્રીક્ટ ગવર્નર અમરદીપસિંહ બનેટની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે તથા વરાયેલા પદાધિકારીઓને પદના શપથગ્રહણ કરાવ્યા હતાં.

રોટરી ક્લબ છોટીકાશીના પદાધિકારીઓમાં વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ ગણાત્રા, સેક્રેટરી ચેતન બકરાણિયા, એક્ઝિક્યુટિવ સેક્રેટરી કેવલ મોમાયા, ટ્રેઝરરઃ સાગર શાહ, આઈ.પી.પી. ડો. બ્રિજેશ રૂપારેલિયા, લર્નિંગ ફેસીલેટરઃ જસ્મિન પટેલ, ક્લબ સલાહકારઃ અશોક દોમડિયા, ફાઉન્ડેશન ચેરઃ અલ્પેશ ઉપાધ્યાય, મેમ્બરશીપ ચેરઃ મિત્તલ ગજર, પબ્લિક ઈમેજ ચેરઃ એન્જલ સુતરિયા, સર્વિસ પ્રોજેક્ટ ચેરઃ પારીન ગોકાણી, સ્પોર્ટસ ચેરઃ ભગીરથસિંહ ઝાલા, યુથ સર્વિસ ચેરઃ નીલ વાછાણી, વોકેશનલ ચેરઃ ભાવેશ તન્ના, એડમિન ચેરઃ તેજસ શાહ, પી.આર. એન્ડ ફંડરાઈઝિંગ ચેરઃ નિતલ ધ્રુવ, મેમ્બરશીપ સલાહકારઃ જયેશ પતિરા, સર્વિસ પ્રોજેક્ટ સલાહકારઃ હમીર ઓડદરાની વરણી કરવામાં આવી છે.

આ પ્રસંગે કાજલબેન બથિયા, ભાવેશભાઈ તન્ના, પારિનભાઈ ગોકાણી, વર્ષાબેન ઓડેદરા, સોનલબેન કેશવાલા, સંદીપ ગણાત્રા અને રવિ શાહ વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વર્ષ ર૦ર૪-રપ ના પ્રમુખ તરીકે ડો. બ્રિજેશ રૂપારેલીયાએ રોટરીના ૭ સેવાકાર્યોના સ્તંભોને આધારે અનેક પ્રેરણાદાયી અને અસરકારક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કર્યું હતું. તેમના નેતૃત્વમાં રોટરી ક્લબ દ્વારા વિદ્યાર્થી, મહિલાઓ, મજૂરો, દર્દીઓ, સ્થાનિકોને અનુલક્ષીને રક્તદાન કેમ્પ, પુસ્તક, નોટબુક, એજ્યુકેશન કીટ, જનજાગૃતિ, વિવિધ સ્પર્ધાઓ, સાયકલોથોન, પૂર દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ, મેડિકલ કેમ્પ, ગરબા મહોત્સવ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરી સફળ કામગીરી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh