Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલમાં વિરાટકાય વોટર પ્રુફ પૂતળાઓ તૈયારઃ
'છોટીકાશી' જામનગરમાં વિજ્યાદશમી નિમિત્તે સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે નવરાત્રિમાં કમોસમી વરસાદને પગલે આ વખતે દશાનન - રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વોટર પ્રૂફ પૂતળાઓ બનાવવામાં આવ્યા છે.જેથી વિસ્ફોટકોને ભેજ ન લાગે અને રાવણ દહન યોગ્ય રીતે થઇ શકે.૩૫ થી ૪૦ ફૂટનાં વિશાળકાય પૂતળાઓ ભસ્મ થશે ત્યારે શક્તિશાળી અધર્મીનો પણ નાશ નિશ્વિત છે એ સંદેશ પુનઃ પ્રવાહિત થશે. રાવણ દહનને પગલે બપોરે ૩ કલાકથી રાત્રે ૧૨ કલાક સુધી ગૌરવ પથ પર જિલ્લા પંચાયત કચેરીથી સાત રસ્તા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. રાવણ દહનનાં ઉપક્રમે સાંજે ૪ કલાકે નાનકપુરી વિસ્તારમાંથી રામસવારી નીકળશે. જે નગરનાં મુખ્ય માર્ગો પરથી પસાર થઇ સાંજે ૭ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચશે અને સંધ્યા સમયે રાવણ દહન કરી અધર્મ પર ધર્મનાં વિજયની ઘોષણા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial