Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના હોદ્દેદારો-અગ્રણીઓ, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૦: માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ, જ્યારે નાના-મોટા સૌ કોઈ માઁ જગદંબાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય ત્યારે રઘુવંશી ચિલ્ડ્રન ક્લબ (રઘુવંશી સહેલી ગ્રુપ) દ્વારા રઘુવંશી રાસોત્સવ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આ આધુનિક યુગમાં આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ અને આપણી પરંપરા બાળકોમાં જળવાય રહે તેવા ઉમદા હેતુથી શ્રી લોહાણા મહાજન વાડી, જામનગરમાં રઘુવંશી ચિલ્ડ્રન ક્લબ (રઘુવંશી સહેલી ગ્રુપ) ના સહયોગથી "રઘુવંશી રાસોત્સવ" નું દિવ્ય અને ભવ્ય આયોજન થયું હતું, જેમાં ફક્ત રઘુવંશી સમાજના નાના બાળકોથી લઈને મોટા બહેનો સુધી દરેક સભ્યોએ પારિવારિક વાતાવરણમાં ઈનામોની વણઝાર અને ભોજન પ્રસાદી સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
આ તકે લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, વિપુલભાઈ કોટક, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ અતુલભાઈ, અશોકભાઈ જોબનપુત્રા, હેમલભાઈ ચોટાઈ, ભાવિનભાઈ ભોજાણી, મનોજભાઈ અમલાણી, અનિલભાઈ ગોકાણી, કેતનભાઈ બદીયાણી, નીરજભાઈ દત્તાણી, હિતુલભાઈ ગણાત્રા, રાજેશભાઈ વિઠલાણી, વ્યોમેશભાઈ લાલ, રક્ષાબેન દાવડા, રીટાબેન રાચ્છ, બાદલભાઈ રાજાણી, હેમલભાઈ કોટક, જયેશભાઈ પાબારી, જયેશભાઈ મહેતા, જી.ટી.પી.એલ.ના જયેશભાઈ રૂપારેલીયા, પાર્થભાઈ નથવાણી, મુકેશભાઈ વૈદ્ય, વિરૂભાઈ દોશી, જયેશભાઈ કારીયા, હિતેષભાઈ અમલાણી, આકાશભાઈ રાયઠઠ્ઠા, માધવભાઈ સુખપરીયા, દિપકભાઈ વિઠલાણી, મનીષભાઈ કારીયા, નિલેશભાઈ બથિયા, લલીતભાઈ દત્તાણી, હિનાબેન તન્ના, રમેશભાઈ રૂપારેલ, વિજયભાઈ રાયઠઠ્ઠા, અનિલભાઈ પંચમતીયા, રાકેશભાઈ પંચમતીયા, રાજુભાઈ (કમલેશ ડેરી), જીગરભાઈ વિઠલાણી, ભરતભાઈ કાનાબાર, મુકેશભાઈ રાજેશભાઈ, જયેશભાઈ વાકાણી, પન્નાબેન કટારીયા, ડો. ગાયત્રીબેન ઠાકર સહિતના અગ્રણીઓ, રઘુવંશી સમાજના હોદ્દેદારો, સર્વે જ્ઞાતિજનો, રાજકીય આગેવાનો, આમંત્રિત મહેમાનો, સ્પોન્સર્સ, જુદી-જુદી સંસ્થાના હોદ્દેદારો, વાલીઓ, પ્રેક્ષકગણ વિગેરેએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
નિર્ણાયક તરીકે જાનકીબેન પંચમતીયા, શિલ્પાબેન બદીયાણી, ખ્યાતિબેન કારીયા, મયુરીબેન કોટેચાએ સેવા આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીનભાઈ રાજાણીએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક પ્રમુખ અલ્કાબેન વિઠલાણી અને રીટાબેન કારીયા તેમજ રઘુવંશી સહેલી ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial