Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોમ્પ્યુટર, લેપટોપ, યુપીએસ વગેરેની ખરીદીની મ્યુનિ. કમિશનરની દરખાસ્ત ૫ેન્ડીંગ વોટરવર્કસ શાખા માટે રૂ. ૨૪૧ લાખ મંજુર
જામનગર તા. ૨૫: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. ૯.૮૨ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી. અને લેપટોપ, સ્ટેશનરીની દરખાસ્ત ના મંજૂર કરાઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ગઈકાલની બેઠકમાં રૂ. ૯ કરોડ ૮૨ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. મહત્મ ખર્ચ વધારાના કામ, કન્સલ્ટન્સી, વોટર વર્કસ અને સિક્યોરિટીનો દર્શાવાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ તા. ૨૪-૧૨-૨૦૨૫ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં ૮ સભ્યો ઉપરાંત કમિશનર ડી.એન.મોદી. ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા અને ઈંચા. આસી. કમિશનર જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહૃાા હતા.
ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામનું વધારાનું રૂ. ૯.૪૯ લાખનું ખર્ચ, વોટર વર્કસ શાખામાં ૧૦ સિટી ઈ.એસ.આ૨. ક્રોમ્પ્રેહેન્સીવના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (૨ વર્ષ માટે) કરવાના કામ અંગે રૂ. ૨૪૧.૬૪ લાખ, શહેર ઝોન-૨ માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામે વધારાના કામ અંગે રૂ. ૨૨.૪૯ લાખના ખર્ચને મંજૂર કરાયું હતું. જુદી જુદી શાખાઓની ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ એલ.સી. નં.૧૮૮ પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાના કામે વધારાના કામના ખર્ચ અન્વયે રૂ. ૧૩.૭૫ લાખ, જામનગર મહાનગર સેવા સદન-૧ના હયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાની કામગીરી અન્વયે જરૂરી ફર્નીચર વર્કની કામગીરી કરવા અંગે રૂ. ૧૪.૯૪ લાખ, જામનગર શહેરમાં ખંભાળીયા રોડ ૫૨, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.-૨, અંતિમ ખંડ નં.-૯૮ વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસનું રૂ. ૮૧.૬૨ લાખ, પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી, સોસાયટીનું મર્જર તથા નામ સુધારણા અંગે રૂ. ૦.૨૪ લાખ,
જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓ સ્થિત રાખવામાં આવેલ પશુઓની સારવાર માટે એનીમલ એમ્બ્યુલન્સ (વાન-૧) તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની મોબ એકટીવીટી માટે વાહન (કાર-૧) ભાડાથી સપ્લાય કરવાનું કામ (એક્સટેન્શન) અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૭.૧૪ લાખ, આંતરમાળખાકીય સુવિધા અન્વયે વોર્ડ નં. ૫, સ્વસ્તિક સોસાયટી વકિલ બદિયાણીના ઘરથી મંગલબાગ શેરી નં.૪ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી હતી.
૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૭ માં પ્રમુખપાર્ક સોસાયટી હયાત ગાડા માર્ગ પર તથા કવાલીટી વોલ આઈસ્ક્રીમ પાસેના રસ્તા પર સી.સી. રોડના કામ અંગે રૂ. ૨૦૭.૫૮ લાખ, વોર્ડ નં. ૧૧ વાંઝાવાસ ઈમરાનભાઈ મણીયાના ઘરવાળો મેઈન રોડમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૯.૯૪ લાખ, ૭૯ - વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.)ની વર્ષ ૨૦૨૪-૨૫ ની (સ્પેશ્યલ) ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્ય દ્વારા સુચવેલ સિવિલ કામ અન્વયે રૂ. ૨૦૦ લાખ, વોર્ડ નં. ૯, લીમડા લાઈન ગુરૂદ્વારા બાજુની શેરી ડો. રૂપારેલીયા હોસ્પિટલ પાછળના રોડ થી પત્રકાર સોસાયટી તરફ જતા સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૭.૭૧ લાખ, અંતર્ગત વોર્ડ નં. ૫, સેફાયર એપાર્ટમેન્ટથી મહીમા હાઉસ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૩.૬૩ લાખ,
કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨)માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ અન્વયે વધારાના કામના ખર્ચ અંગે રૂ. ૨૬.૨૭ લાખ,
સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧, ગુલાબનગ૨, પ્રભાતનગ૨ પાસે આવેલ આંગણવાડી બિલ્ડીંગમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું તથા પેવર બ્લોક ના કામ અંગે રૂ. ૬.૫૫ લાખ, સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧, મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે આવેલ આંગણવાડી બિલ્ડીંગ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂ. ૫.૭૮ લાખ, પમ્પિંગ સ્ટેશન ફોર ડિસ્પોઝલ ઓફ રેઈન વોટર ઈન અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ ડ્યુરીંગ મોન્સુન વિથ કોમ્પ્રેહેંસિવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ફોર ૩ યર્સ ૪ મન્થસ પર યર ડ્યુરિંગ મોનસુન પિરિયડ ઓન્લી વર્ષ ૨૦૨૫-૨૬ માટે ના કામે રૂ. ૨૦.૯૧ લાખ,
સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશીયાલીસ્ટ અને એમ.આઈ.એસ. સ્પેશીયાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક આપવા અંગે દરખાસ્તની વિગતે મુદત વધારો મંજુર કરાયો હતો. જામનગર મહાનગર સેવા સદનની માલ-મિલકતોનું રક્ષણ પૂરું પાડવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ (૨૪ માસ) માટે મંજુર થયેલા આર.સી. પોઈન્ટ નવા પોઈન્ટ માટે વધારાના ખર્ચ અંગે રૂ. ૨૮.૨૮ લાખ,
જામનગર મહાનગર પાલિકાના મુખ્ય વહીવટી ભવનમાં એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડની સેવાઓ તા. ૦૧-૦૧-૨૦૨૬ થી તા. ૩૦-૦૯-૨૦૨૬ સુધી મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ અંગે રૂ. ૧૩.૯૦ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવા માં આવી હતી. જેમાં સેક્રેટરી સેટઅપની ખાલી પડેલ જગ્યા ઉપર સિનિયોરીટી અને લાયકાતના ધોરણે ડે. સેક્રેટરી તરીકે ચંદ્રેશ બી. સંઘાણીને બઢતી આપવાનું મંજુર કરાયું હતું.
આમ ગઈકાલની બેઠકમાં સિક્યોરિટી અને વધારાના મહત્તમ ખર્ચ સાથે કુલ રૂ. ૯ કરોડ ૮૨ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
અનેક કામોમાં વધારાના નાણા ચૂકવાય છે
જામનગર મહાનગરપાલિકામાં કાપ પછી વધારાના તગડા ખર્ચ મંજુર
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાના અમુક ખર્ચાઓ કાયમ શંકાના દાયરામાં રહેતા હોય છે. પહેલા કોઈપણ કામ માટે ચોક્કસ રકમનો ખર્ચ મંજુર થાય અને પછી વધારાના ખર્ચના નામે રકમ ચૂકવાતી રહે છે. ગત્ બુધવારની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ અમુક ખર્ચ (વધારાના) દર્શાવાયા છે.
ગુલાબનગર ઝોન વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક, તથા નવી આરસીસી/વીકલ મેશનરી વાલ્વ એમ્બર બનાવાના કામ માટે વધારાનું રૂ. ૯.૪૯ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
શહેર ઝોન-રમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામ અંગે કુલ ખર્ચ આશરે પ૦ લાખ પછી વધારાનો રૂ. રર.પ૦ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
વોર્ડ નં. ૧૦, ૧૧, ૧રમાં વોટર વર્કસ શાખા દ્વારા કરાયેલા ટ્રેન્થમાં સીસી પંચવર્ક (સીસી ચરેડા) ના કામનો વધારાનો રૂ. ર૬.ર૭ લાખનો ખર્ચ અને એલસી ૧૮૮ ઉપર રેલવે ઓવરબ્રિજના કામ અંગે વધારાનું રૂ. ૧૩.પપ લાખનું ખર્ચ મંજુર કરાયું છે.
આમ ગઈકાલની બેઠકમાં જ વધારાના ખર્ચ ચારેક દરખાસ્તોને મંજુરી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial