Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધી જયંતી, વિશ્વ અહિંસા દિવસ અને દશેરાની શુભેચ્છા પાઠવાઈઃ
જામનગર તા. ૨૭: કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરમાં તા.ર ઓક્ટોબરના સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરની અધ્યક્ષતામાં સંસ્થાના ૬૯મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધી જયંતી, વિશ્વ અહિંસા દિવસની સાથે વિજયાદશમીના તહેવાર નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ તકે દાતાઓના સહયોગથી બે નવા પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગણેશગ્રપ (વડનગરા નાગર જ્ઞાતિના યુવા સભ્યો)ના આર્થિક યોગદાનથી સંસ્થાના બાલમંદિરના ક્રીડાંગણના સાધનોનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સંચાલિત પ્રા.શાળાના પૂર્વ વિદ્યાર્થી રોહિતભાઈ મારૂ, હેમાંગભાઈ વોરાના યોગદાનથી પ્રા.શાળામાં 'પુસ્તક તીર્થ' (આધુનિક પુસ્તકાલય) કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત દાતાઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડો. રૂપેનભાઈ દોઢીયા, હસમુખભાઈ હિંડોચા, મંત્રી સુચેતાબેન, કા. વા. સમિતિના સભ્યો, વિભાગીય વડાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપના દિવસની ગરિમાપૂર્ણ ઉજવણીનો પ્રારંભ મંગલ ગીત દ્વારા કરવામાં આવ્યો હતો અને બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજનનું ભાવપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ કરશનભાઈ ડાંગર, ડો. રૂપેનભાઈ દોડીયા તથા હસમુખભાઈ હિંડોચાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સંસ્થાના મંત્રી સુચેતનાબેને સૌના સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યાે હતો. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી પાર્થ પંડયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial