Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં પવનચક્કીઓના થાંભલા પરથી વાયર કાપી જતી ટોળકીના છ શખ્સની કરાઈ અટક

એલસીબીએ રૂપિયા સાડા તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપરોક્ત સ્થળે આવેલી પવનચક્કીઓના વીજ થાંભલામાંથી જુદા જુદા સમયે એલ્યુમિનિયમ જેવી ધાતુના વાયરોની ચોરીની પોલીસમાં નોંધાયેલી ફરિયાદોની તપાસમાં દ્વારકા એલસીબીએ કચ્છના ભુજના છ શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોના કબજામાંથી ૧૮૫૦ મીટર વાયર, ત્રણ મોબાઈલ સહિતનો સામાન અને સ્વીફ્ટ મોટર, પીકઅપ વાન મળી કુલ રૂ.સાડા તેર લાખનો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ૫ંથક તેમજ કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ચાલુ વર્ષે કેટલીક પવનચક્કીની કંપનીઓના ઉભા કરવામાં આવેલા વીજ થાંભલામાંથી વાયરો ચોરાઈ જવાની ફરિયાદ કરવામાં આવી હતી. ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ટોળકીને પકડી પાડવા માટે એસપી જયરાજસિંહ વાળાએ સૂચના આપી હતી.

ઉપરોક્ત ગુન્હાઓની તપાસ એલસીબી દ્વારા પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ આરંભાઈ હતી. પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા તથા સ્ટાફે ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન કુરંગા પાસે આવેલા ઓવરબ્રિજ નીચેથી બોલેરો પીકઅપ વાન તથા સ્વીફ્ટ મોટર મળી આવ્યા હતા. તેની તલાશી લેવાતા ૧૮૫૦ કિલો એલ્યુમિનિયમ જેવી ધાતુના વાયરોનો જથ્થો, એક આરી, એક પકડ સાથે છ શખ્સ મળી આવ્યા હતા.

ભુજમાં રહેતા ગફુર મહંમદ નોતીયાર, ભુજના નાના વરનોરા ગામના ફકીરમામદ સીદીકમામદ, ફિરોઝ ઈશાક કુંભાર, ઈમરાન ઈશાક કુંભાર ઉર્ફે ઈબલો ટાવર, મુસ્તાક ઉરશભાઈ નોતીયાલા, ખમીશા યાકુબ ઉર્ફે અભો નામના આ છ શખ્સની તલાશી લેવાતા રૂ.૧૪૨૦ રોકડા, ત્રણ મોબાઈલ અને ઉપરોક્ત વાયરનો જથ્થો સાંપડ્યો હતો. એલસીબીએ આ શખ્સોની પૂછપરછ શરૂ કરતા તેઓએ દ્વારકા જિલ્લામાં ત્રણ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી વાયરચોરી કર્યાની કબૂલાત કરી છે.

એલસીબીએ કુલ રૂ.૧૩,૬૧,૦૨૦ની મત્તા કબજે કરી પૂછપરછ ઘનિષ્ઠ બનાવતા આ શખ્સોએ કબૂલ્યું છે કે, પવનચક્કીથી ઈલેકટ્રીક સ્ટેશન સુધી લઈ જવા માટે વીજળીના થાંભલા નાખવામાં આવ્યા હોય ત્યાં પહોંચી આ શખ્સો વાયર કાપી લેતા હતા અને તેને ગાડીમાં ભરી લઈ ઠેકાણે પાડી દેતા હતા. આરોપી પૈકીના ગફુર મહંમદ સામે ભુજ પોલીસ મથકમાં જુદા જુદા આઠ ગુન્હા, ઈમરાન ઈશાક સામે ભુજ શહેરમાં છ ગુન્હા, ફકીર મામદ સામે પણ છ ગુન્હા, મુસ્તાક સામે ત્રણ ગુન્હા નોંધાયેલા છે. ઉપરોક્ત આરોપીઓનો કબજો દ્વારકા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh