Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વની સૌથી કઠીન ગણાતી લેહ અને સતારાની મેરેથોન દોડ નગરના ૬ તબીબોએ પૂર્ણ કરીઃ ગૌરવ

વ્યસ્ત કારકિર્દી, પરિવારની જવાબદારીઓ છતાં તાલીમ લઈ કઠોર પરિશ્રમ કર્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં ૧૪ સપ્ટેમ્બર ર૦રપ ના જામનગર સાયકલિંગ ક્લબના સભ્યો ડો. રાજેન્દ્ર વિરાણી, ડો. તપન મણિયાર, ધર્મેશ પાટીદાર, લીનાબેન અને રાહુલ ગણાત્રા લેહમાં ૧૧,૪૩૦ ફૂટની ઊંચાઈ પર યોજાયેલી વિશ્વની સૌથી કઠિન મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ડો. જયદીપ મંકોડી, ડો. મેહુલ શાહ, ડો. શેખર સાઠેય, સાગર શાહ, સંદીપ પતિરા, દેવાંશી પતિરાએ સાતારા પહાડ ચઢાણની મેરેથોન દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

તેમણે તેમની વ્યસ્ત કારકિર્દી અને પારિવારિક જીવન વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કોરોના મહામારી દરમિયાન જોગિંગ શરૃ કર્યું અને ધીમે ધીમે મેરેથોન માટે તાલીમ લીધી. આ માટે તેઓ સવારે વહેલા ઊઠીને પ્રેક્ટિસ કરતા હતાં અને કામ વચ્ચે પણ સમય કાઢતા હતાં.

આ અગાઉ પણ તેઓએ ઘણી સિદ્ધિઓ મેળવી છે, જેમાં ૬૦ કિલોમીટરની અદાણી અલ્ટ્રા મેરેથોન, મુંબઈની ટાટા કુલ મેરેથોન, અને ર૦૦ થી ૧ર૦૦ કિલોમીટરની સાયકલ સવારીનો સમાવેશ થાય છે. તેઓએ પોરબંદરમાં દરિયાઈ તરણ સ્પર્ધા અને ટ્રાયથલોન પણ પૂર્ણ કરી છે, જેમાં તરવું, સાયકલ ચલાવવું અને દોડવું- ત્રણેયનો સમાવેશ થાય છે.

લેહની મેરેથોન માટે તેમણે એક અઠવાડિયા પહેલા ત્યાં જઈને ઓછી ઓક્સિજનવાળી પરિસ્થિતિમાં શરીરને અનુકૂળ બનાવ્યું. આ સિદ્ધિ દર્શાવે છે કે ઉંમર અને વ્યસ્ત જીવનશૈલી કોઈપણ લક્ષ્ય હાંસલ કરવામાં અવરોધ બનથી. આ ત્રણેય લોકો રાષ્ટ્રીય સ્વસ્થ ભારત માટે યુવાઓને પ્રેરણાદાયક ઉદાહરણ બન્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh