Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંજીપાનાથી જુગાર રમતા ૨૨ મહિલા સહિત ૧૧૧ ઝડપાઈ ગયાઃ
જામનગર તા. ૧૧: જામનગરના નિલકંઠનગર, તંબોલી આવાસ, ધ્રુવ ફળીમાં પોલીસે જુગાર પકડવા દરોડા પાડ્યા હતા. જ્યારે ધ્રોલના હજામચોરા, જામજોધપુરના શેઠવડાળા, બગધરા, ધ્રાફા, કાલાવડના માછરડા, મોટા વડાળા વગેરે ગામોમાં શનિ-રવિના દિવસોમાં પોલીસે જુગાર પકડવા રેઈડ કરી હતી. કુલ ૨૦ દરોડામાં ૨૨ મહિલા, ૮૯ પુરૂષ રૂા.૮,૨૫,૫૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
ધ્રોલના ગાયત્રીનગરમાં એક ગલીમાં શનિવારે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા સુગરસીંગ લખનસીંગ કુશવાહ, કિશનભાઇ વીરજીભાઈ વાણીયા, વિક્રમભાઈ હીરાભાઈ ચાવડા, કરસનભાઈ મનસુખભાઈ રાઠોડ, સંજય ભુપતભાઈ રાઠોડ નામના પાંચ શખ્સને પોલીસે રૂા.૧૨૮૦૦ સાથે પકડી લીધા છે.
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વાડી વિસ્તારમાં શનિવારે રાત્રે ગંજીપાના કૂટતા મુન્નાલાલ ભીખાભાઈ ભીમાણી, ધીરજલાલ છગનભાઈ ભીમાણી, લાલજીભાઈ ભવાનભાઈ ભીમાણી, ગુલાબસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, કરસનભાઈ જબ્બરભા ભાન નામના પાંચ શખ્સને પોલીસે રૂા.૧૮૦૫૦ સાથે પકડી પાડ્યા હતા.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર પાછળ તંબોલી આવાસમાં બી વીંગ પાસે જાહેરમાં શનિવારે રાત્રે જુગાર રમતા નરેન્દ્રસિંહ જશુભા જાડેજા, નીરૂભા પ્રવીણસિંહ જેઠવા, કુલદીપસિંહ હરૂભા ઝાલા, જયોત્સનાબેન પ્રવીણભાઈ કનખરા, મીનાબેન વલીદાસ સોલંકી, ફાલ્ગુનીબેન વિક્રમભાઈ પરેશા નામના છ વ્યક્તિને પકડી લઈ પોલીસે પટમાંથી રૂા.૧૦૮૪૦ કબજે લીધા છે.
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં શનિવારે રાત્રે જુગાર રમતા ભરત કારાભાઈ મોરી, મુકેશ જયંતીભાઈ મકવાણા, કિશોરભાઈ લખમણભાઇ સોલંકી, ઉમેશભાઈ નથુભાઈ આહીર, અજય નટવરભાઈ સવસાણી, ચિરાગ નગાભાઈ કરમુર નામના છ શખ્સ પોલીસના દરોડામાં રૂા.૧૪૨૬૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગર તાલુકાના ધુડશીયા ગામમાં વોડીસાંગ ડેમ પાસે શનિવારે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા હસમુખ લાલજીભાઈ બુસા, પ્રશાંત જયંતીભાઈ ભંડેરી, લલિત વલ્લભભાઈ વાગડીયા, ઉપેન્દ્ર લાલજીભાઈ બુસા, વિજય ગીરધરભાઈ વાગડિયા, જયેશ ભીખુભાઈ બુસા, કિશોર રામજીભાઈ ભંડેરી નામના સાત શખ્સ રૂા.૩૩૩૫૦ રોકડા અને સાત મોબાઈલ સાથે પકડાયા છે.
જામનગરના સેતાવાડ વિસ્તારમાં આવેલી ધ્રુવ ફળી શેરી નં.૨માં જુગાર રમાતો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભરત ગોવિંદભાઈ ગોલારાણા, બીપીન ઉર્ફે દિપક રામદાસ પાલેજા, અલ્પેશ મગનલાલ પરમાર, ઈલિયાશ કુતબુદ્દીન વ્હોરા, ભનુભાઈ બાબુભાઈ ગોલારાણા, ચંદ્રેશ શાંતિલાલ ગોલારાણા, વિશાલ કાંતિલાલ રાઠોડ, મહેશ જગદીશભાઈ ગોલારાણા નામના આઠ વ્યક્તિ રૂા.૧,૦૩,૫૦૦ રોકડા, આઠ મોબાઇલ તથા ચાર મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક ગંજીપાના વડે જુગાર રમતા નરેશ બાનાભાઈ મકવાણા, વિજય ખેતશીભાઈ ઢચા નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને જોઈને નરેશ સામતભાઈ રોશીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રૂા.૪૬૦૦ કબજે કર્યા છે.
કાલાવડની માછરડા સોસાયટીમાં લીમડા વાળા ચોકમાં શનિવારે સાંજે તીનપતી રમતા મહેશ મનજીભાઈ રાઠોડ, વિપુલભાઈ તુલસીભાઈ સોંદરવા, દુદાભાઈ કુંભાભાઈ સોંદરવા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૧૩૨૦૦ કબજે લીધા છે.
કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં બસ સ્ટેન્ડ પાસે શનિવારે સાંજે તીનપતી રમતા સાહિલ ગફાર મુલતાની, શાહબુદ્દીન કાસમ મુલતાની, શાહરૂખ અસરફ પોપટપોત્રા, આરીફ અકબર કાજી નામના ચાર શખ્સને પોલીસે પકડી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને અઝરૂદ્દીન બાઉદ્દીન મુલતાની, મકદૂમ રહીમ મુલતાની, આદિલ ઈસ્માઈલ ફકીર નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ.૩૭૩૦ કબજે કરવામાં આવ્યા છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં શનિવારે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા અનિલ કાનાભાઈ રાઠોડ, જીતુભાઈ બધાભાઈ રાઠોડ, રમેશભાઈ જેઠાભાઇ વિંઝુડા, રમેશભાઈ બબાભાઈ રાઠોડ, રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ, દિનેશભાઈ લાખાભાઈ વિંઝુડા નામના છ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂા.૫૨૦૦ કબજે કરાયા છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં યોગેશ નંદલાલ રાચ્છ નામના આસામીના મકાનમાં શનિવારે જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા યોગેશ નંદલાલ રાચ્છના મકાનમાં નાલ આપી જુગાર રમતા કાસમ અબ્દુલ ચૌહાણ, મનીષ નારણભાઈ ધ્રાંગીયા, સરીફાબેન ઈકબાલ ઉઢેજા, ઝીન્નતબેન રફિકભાઈ ઉઢેજા, જેબુનબેન ઈસ્માઈલ રાઉકરડા, સીમરનબેન હસન ઘોઘા, કપિલાબેન પ્રવીણભાઈ અમૃતિયા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂા.૮૨૫૦ રોકડા, છ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આઠેય સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં શનિવારે સાંજે જુગાર રમતા વિક્કી પ્રવીણભાઈ ડાંગર, જગદીશગીરી ભાવગીરી ગોસ્વામી, હાર્દિક પ્રવીણભાઈ ડાંગર, ઈલાબેન પરષોત્તમભાઈ ધોકિયા, જાગૃતિબેન મુકેશભાઈ વારા, ક્રિષ્નાબેન રાજેશભાઈ બાબરીયા, રેવતીબેન વજુભાઈ બાબરીયા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસમાંથી રૂા.૨૫૩૦ રોકડા કબજે કર્યા છે.
જામનગર તાલુકાના સિક્કામાં આવેલા મારૂતિ નગર પાસેથી રવિવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા કમલેશ રમેશભાઈ બુજડ, કેતન સુરેશભાઈ ઝાલા, ચમનભાઈ દેવજીભાઈ સોલંકી, અર્જુન દેવજીભાઈ પડાયા, ગૌતમ પીઠાભાઈ ચાવડા નામના પાંચ શખ્સને રૂા.૧૧,૦૪૦ સાથે પકડી લેવામાં આવ્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નીલકંઠનગરની શેરી નં.૨માં રવિવારે બપોરે તીનપત્તી રમતા જયરાજસિંહ નાનભા જાડેજા, વિવેક નવીનચંદ્ર મહેતા, ભાગ્યેશ કિશોરભાઈ મહેતા, ધારાબેન પવનભાઈ મહેતા, સોનલબા નાનભા જાડેજા, સાધનાબા દિલીપસિંહ રાઠોડ, ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ જાડેજા નામના સાત વ્યક્તિ રૂા.૩૫૧૦ રોકડા સાથે ઝડપાઈ ગયા છે.
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં રવિવારે બપોરે જુગાર રમતા જશુભા ભગવાનજી ચુડાસમા, હરવિજયસિંહ જગદીશસિંહ જાડેજા, જુસબ ખમીશા સોઢા, અશ્વિન લલીતભાઈ હિંસુ નામના ચારને પોલીસે રૂા.૧૭,૧૪૦ રોકડા, ત્રણ મોબાઇલ તથા જીજે-૩૬-એફ ૫૯૦૦ નંબરની એક મોટર મળી કુલ રૂા.૨,૨૪,૬૪૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વિસ્તારમાં રવિવારે સાંજે જુગાર રમતા રીઝવાન દાઉદ ઓડિયા, શાંતિભાઈ ભીમજીભાઇ પાંચાણી, નયન સોમાભાઈ મકવાણા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૧૫,૪૦૦ રોકડા તથા બે મોટરસાયકલ મળી રૂા.૫૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલા રાવલપાડામાં રવિવારે બપોરે જાહેરમાં જુગાર રમતા શૈલેષ પોપટભાઈ ડાંગર, પ્રેમજીભાઈ જેરામભાઈ ડાંગર, મનજીભાઈ બચુભાઈ પરમાર, પ્રેમજીભાઈ જયંતીભાઈ પરમાર, નરેન્દ્ર રાજેશભાઈ પરમાર નામના પાંચ શખ્સને પોલીસે રૂા.૫૭૮૦ સાથે પકડી લીધા છે.
કાલાવડ તાલુકાના રણુજા રોડ પર જીઆઇડીસી ગેઈટ નજીક રવિવારે બપોરે જાહેરમાં તીનપતી રમતા અશરફ નૂરમામદ સમા, લીંબાભાઇ લાખાભાઈ બોરસરીયા, કલ્પેશ સંગ્રામભાઈ ઝાપડા, ચેતન ભીખુભાઈ સોલંકી, દેવજીભાઈ ડાયાભાઈ માટીયા, અરજણભાઈ ગોગનભાઈ મેવાડા નામના છ શખ્સને રૂા.૧૨૭૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
કાલાવડ શહેરમાં કાશ્મીરપરામાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા સદામ સલીમ ચાચીયા, કિશન મગન રાઠોડ, દીપક દેવરાજ રાઠોડ, જયોતિબેન ગોવિંદ પરમાર, મુમતાઝબેન સલીમ ચાચીયા નામના પાંચ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૨૪૬૦ કબજે કરાયા છે.
જામજોધપુર તાલુકાના લલોઈ ગામના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા હરદાસ બોદાભાઈ ભરવાડ, ભરત વલ્લભભાઈ લાલકીયા, લાખાભાઈ લખમણભાઈ ડાંગર, સંજય ભરતભાઈ ગોધમ, વનરાજસિંહ બાબભા જાડેજા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૨૬૭૫૦ રોકડા ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial