Advertisement
Author: નોબત સમાચાર

ઢોરના ડબ્બામાંથી ત્રણ ગાય છોડાવી જનાર શખ્સ સામે અસલી માલિકે પોલીસમાં કરી રાવ

દંડ ભર્યાની પહોંચ બતાવી ગાયો છોડાવી લેવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ઢોરના વાડેથી એક આસામીની ત્રણ ગાયો જામ્યુકોની દંડની પહોંચ બતાવી આ ગાયનો પોતે માલિક હોવાનું કહી ગોરધનપરનો એક શખ્સ તે ગાયોને છોડાવી જતા અને રસ્તામાં ગાયોના મૂળ માલિક તેને જોઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં ગુરૂવારે સાંજે આવી પહોંચેલા વિજય ડાયાભાઈ રાતડીયા નામના આસામીએ પોતાની ત્રણ ગાયને જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગોરધનપર નજીક વસવાટ કરતા રોહિત ભરવાડ નામના શખ્સે જામનગર મહાનગર પાલિકાના ઢોરના ડબ્બામાંથી છોડાવી લઈ છેતરપિંડી કર્યાની રજૂઆત કરી હતી.

આ વ્યક્તિએ જણાવ્યા મુજબ તેઓ ગુરૂવારે બપોરે જામનગર મહાનગર પાલિકાના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બે પોતાની પકડાઈ ગયેલી ત્રણ ગાયને છોડાવવા માટે જતા હતા ત્યારે સામેથી એક નાનો ટ્રક આવતો જોવા મળ્યો હતો. જીજે-૩-એએકસ ૩૪૭૫ નંબરના આ ટ્રકમાં ગાયો ભરેલી જોઈ વિજયભાઈએ તેના પર નજર કરતા તેઓ પોતાની ગાયોને ઓળખી ગયા હતા.

વહેમાયેલા વીજયભાઈએ તે ટ્રક રોકાવી ચકાસણી કર્યા પછી ઢોરના વાડા પર જઈ પોતાની ગાયો કોણ છોડાવી ગયું તેની તપાસ કરતા મહાનગરપાલિકામાં દંડ ભર્યાની પહોંચ બતાવી ગોરધનપરનો રોહિત પપ્પુભાઈ ભરવાડ ત્રણેય ગાયને છોડાવી લઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. આ રજૂઆત પરથી સોલિડ વેસ્ટ શાખાના કર્મચારી આર.એસ. જાડેજાએ ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોહિત ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh