Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં તંત્રને સહયોગ આપવા ચૂંટણી અધિકારીની જનતાને અપીલ
જામનગર તા. ૪: એસઆઈઆર અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે પત્રકાર પરિષદ યોજાઈ હતી. અને દરમિયાન આજથી શરૂ થનાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં તંત્રને સહયોગ આપવા જનતાને ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા. ૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
તા. ૦૪-૧૧-૨૦૨૫ થી તા. ૦૪-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા. ૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ. આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે. જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે.
તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯-૧૨-૨૦૨૫ના મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ, તા. ૦૯-૧૨-૨૦૨૫ થી તા. ૦૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા. ૦૯-૧૨-૨૦૨૫થી ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યૂ કરવી, સુનાવણી અને ચકાસણી), ગણતરી ફોર્મ પર નિર્ણય અને ઈઆરઓએસ દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. અને ત્યારબાદ તા. ૭-૨-૨૦૨૬ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૧૨૪૨ મતદાન મથકો છે. અને દરેક મથક દીઠ એક બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા (એસઆઈઆર)ની મતદાર યાદીમાં ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પર ચકાસી શકે છે. જેથી તેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત બીએલઓનો સંપર્ક કરવો.
દસ્તાવેજોની સૂચક (સંપૂર્ણ નહીં) યાદી મુજબ કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર, ૦૧-૦૭-૧૯૮૭ પહેલા સરકાર/ સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/ પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/ પ્રમાણપત્ર/દસ્તાવેજ, સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્ય બોર્ડ/ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/ શૈક્ષણિક પ્રમાણપત્ર, સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, ઓબીસી/ એસસી/ એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય), રાજ્ય/ સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર, સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર, આધાર માટે ભારતના ચૂંટણી પંચના તા.૯-૯-૨૦૨૫ના પત્ર નં. ૨૩/૨૦૨૫-ઈઆરએસ-/વીઓઆઈ.આઈ (એનેક્ષચર-૨)થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે.
આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી આદર્શ બસર, પત્રકારો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial