Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાનું વડું મથક બન્યા પછી ઉલ્ટી ગંગા
ખંભાળિયા તા. ૧૩: સામાન્ય રીતે કોઈ શહેર કે ગામ જિલ્લાનું વડુ મથક થાય તો તેમાં ધંધા-રોજગારી વેપારમાં વધારો થતો હોય છે. તેના બદલે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ઉલટી સ્થિતિ થઈ છે. અહીં ૨૦૧૩માં દ્વારકા જિલ્લો બન્યો તે પછી ખંભાળિયામાં વેપાર-ધંધા ઘટવા લાગ્યા છે. દર વર્ષે થોડો હજુ પણ ઘટાડો થાય છે.
આ વેપાર-ધંધાના ઘટાડાનું કારણ વિચિત્ર છે. ખંભાળિયા જિલ્લાનું વડુ મથક હોય, અહીં બહારગામથી આવતા તમામ રસ્તાઓ પર રોજ ટ્રાફિક તથા પોલીસ ચેકીંગ હોય છે. ગામડેથી આવતા ખેડૂતો કે ગ્રામજનો લાયસન્સ વગર, ગાડીના કાગળો વગર, નાનકડા ખંભાળિયામાં પાર્કિંગની જગ્યાઓ જ ના હોય, ગાડી પાર્ક કરવા જતા દંડાય છે. આની સરખામણીમાં તે તેના ગામ નજીકની દુકાનોમાં ખરીદી કરે તો દંડ પણ ના થાય, પેટ્રોલ-ડીઝલ બચે અને ગામનો વેપારી ઓળખીતો હોય, ઉધાર કે બાકી પણ રાખે અને કાંઈ બદલવું હોય વસ્તુ તો પણ સરળતા રહે. આને કારણે સ્થિતિ એ થઈ કે વડત્રા, કુહાડિયા, ખોખરી, દાત્રાણા સહિતના ખંભાળિયા, દ્વારકા, પોરબંદર અને ભાણવડ રોડ પરના ગામડાઓમાં રોડ પર જ મોટી દુકાનોની હારમાળા થઈ ગઈ છે જ્યાં તમામ વસ્તુ મળે તે પણ ક્યારેક ખંભાળિયાથી ઓછા દરે. દર વર્ષે આ રસ્તાઓ પર નવી નવી દુકાનો ખુલતી જ જાય છે અને દાત્રાણાના પાટિયા પાસે માત્ર ચા-નાસ્તાની હોટલો જ હતી, ત્યાં નાના મોલ જેવા થઈ ગયા છે. આને કારણે ખંભાળિયાના વેપારીઓના ધંધા સતત ઘટતા જાય છે. પહેલા ગામડામાં કંઈ ના મળતું એટલે ગ્રામજનો હટાણું કરવા ખંભાળિયા આવતા હવે તમામ વસ્તુ મળતી હોય, ગ્રામજનો ટ્રાફિકના દંડથી બચવા ગામમાંથી વસ્તુ લેતા થયા તેમાં શહેરના ધંધા ભાંગી ગયા અને ગામડામાં નવા નવા ધંધા ખુલી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial