Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ ઉશ્કેરણી વગર જવાનો પર ગોળીબાર થતા અથડામણ દરમિયાન
ઈન્ફાલ તા. ૪: મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાથી લગભગ ૮૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખનપી ગામમાં સોમવારે વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં યુનાઈટેડ કૂકી નેશનલ આર્મી સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી ખુફિયા માહિતીના આધારે કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. યુકેએનએ એક બિન-એસઓઓ ઉગ્રવાદી સંગઠન છે. તાજેતરના દિવસોમાં આ સંગઠન દ્વારા ઘણી હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં એક ગામના મુખીની હત્યા, સ્થાનિક લોકોને ધમકાવવા અને વિસ્તારમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ પછી જ સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ઘણાં કુકી અને ઝોમી ઉગ્રવાદી જુથોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતાં, પરંતુ આ યાદીમાં યુકેએનએનું નામ સામેલ નહોતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial