Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન્ટ આન્સ સ્કૂલ સામેની ઈમારતના રહેવાસીઓને પજવણીઃ
જામનગર તા. ૮: જામનગરની સેન્ટ આન્સ સ્કૂલ સામેની ઈમારતના રહેવાસીઓએ ત્યાં અવારનવાર ધમાલ મચાવતા તત્ત્વોથી વાજ આવીને આખરે આજે પોલીસને અરજી પાઠવી રજૂઆત કરી છે. આ તત્ત્વો તે ઈમારતના રહેવાસીઓને પજવવા ઉપરાંત દારૂની ખાલી બોટલો અને પથ્થરોના ઘા કરી નાનુ મોટું નુકસાન પણ સર્જી રહ્યા છે ત્યારે પોલીસ આ વિસ્તારમાં રાત્રિના સમયે ત્રાટકી નાગરિકોને આ મુશ્કેલીમાંથી છોડાવે તેવી માગણી કરવામાં આવી છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી સેન્ટ આન્સ સ્કૂલ સામેની કોપર એનેક્સી નામની ઈમારતના રહેવાસીઓએ આજે સવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પાઠવી કેટલાક અસામાજિક તત્ત્વોની હરકત અંગે રજૂઆત કરી છે.
સાત આંકડાની રકમમાં તે વિસ્તારમાં મળતા મોંઘા ફલેટ્સ ખરીદનાર આસામીઓની અસામાજિક તત્ત્વો દ્વારા કરાતી પજવણી હવે અસહ્યનીય બની છે. નજીકમાં આવેલી અન્ય એક ઈમારતમાં મોટેભાગે રાત્રિના સમયે અંધારાનો ગેરલાભ લઈ કેટલાક શખ્સો અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા રહે છે અને તે પછી ધૂત બની જઈ કેટલાક શખ્સો આ બિલ્ડીંગની અગાસીમાં બેફામ ગાળો બોલી એનેક્સી એપાર્ટમેન્ટના રહેવાસીઓને બારી-દરવાજા બંધ કરી દેવા માટે મજબૂર કરી રહ્યા હતા. તે પછી હવે વરવી દાદાગીરીએ માઝા મૂકી છે. એનેક્સી એપાર્ટમેન્ટના છતના ભાગે મૂકવામાં આવેલી સોલાર પેનલો પર દારૂની ખાલી બોટલોના અવારનવાર ઘા કરવામાં આવે છે અને તેના કારણે પેનલમાં પણ નુકસાન થઈ રહ્યું છે. બાજુની તે ઈમારતમાંથી ઉતરીને હવે આ તત્ત્વો જાહેર શેરીમાં પણ, પોલીસનો ડર રાખ્યા વગર તોફાન સર્જતા રહે છે. ત્યાંથી પસાર થતી પોલીસ વાનો પણ ચુપચાપ નીકળી જાય છે તેના કારણે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. આખો દિવસ કામ-ધંધેથી કંટાળીને શાંતિ મેળવવા માટે ઘરે આવતા આ એપાર્ટમેન્ટના રહેવાસીઓની રાત્રિની ઉંઘ આવારા તત્ત્વોએ હરામ કરી નાખી છે. આ બાબતની આજે પોલીસમાં અરજી પાઠવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોઈએ હવે 'પોલીસ દાદા' કેટલું કૌવત બતાવે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial