Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાનું તંત્ર સફાળુ જાગ્યું: કડક પગલાંની ચિમકી

હાઈ-વે પર રખડતા ઢોરના કારણે બે યુવાનોના મૃત્યુ પછી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩: ખંભાળિયામાં તાજેતરમાં હાઈ-વે પર રખડતા ઢોરને કારણે બે યુવાનોના મૃત્યુની ઘટનાના પગલે તંત્ર દ્વારા રખડતા ઢોર તથા ઘાસચારો જ્યાં ત્યાં વેંચનારા સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા ઘાસચારો વેંચનારાઓ, ગૌશાળા સંચાલકો, પાલિકાના અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજવામાં આવી હતી.

કડક પગલાં લેવાશેઃ કલમ ર૮૩ મુજબ કેસ-દંડ કરાશે

પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ જણાવેલ કે ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં ઘાસચારો વેંચનારાઓએ શહેરમાં જ્યાં ત્યાં ઘાસચારો ન નાખવો તથા જો નાખશે તો પોલીસ દ્વારા કલમ ર૮૩ મુજબ કેસ તથા મોટી રકમનો દંડ કરવામાં આવશે. પાલિકા દ્વારા દરરોજ ચેકીંગ કરીને માલિકીના ઢોરને રખડતા મૂકનારાઓ સામે પણ આકરા દંડ સાથે ઢોરને પકડવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા પણ કડક કાર્યવાહીની સૂચના આપ્યાનું જણાવ્યું હતું.

ચારો વિતરણ ગૌશાળા કે નજીકની ખુલ્લી જગ્યામાં જ

ખંભાળિયામાં વર્ષોથી ઘાસચારો તથા ગૌશાળા ચાલતું હોય તેવા સ્થળોમાં રામનાથ મંદિર પાસે ઘાસચારો નાખવા માટે મહાદેવવાડા, રામનાથ ગૌશાળા પાસે તથા વાણિયા વાડી, પ્રજાપતિ વાડી, શક્તિનગર એમ ત્રણ સ્થળે તથા તેલી નદીમાં ગૌચરા માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા સિવાય ક્યાંય ઘાસચારો નાખવો તથા એક-બે મણ ચરો બાઈક પર લઈ જ્યાં ત્યાં નાખતા દાતાઓને પણ ઘાસના વિતરણ કરતા વેપારીઓ દ્વારા સૂચના આપવા જણાવાયું હતું.

માલિકીના ઢોર મૂકી દેનારા સામે કડક કાર્યવાહી

પાલિકા તંત્ર, પોલીસ તથા રેવન્યુ તંત્ર દ્વારા સંયુક્ત રીતે રખડતા ઢોરમાલિકો પોતાના છોડી મૂકતા હોય તેને કારણે નાના-મોટા અકસ્માતો થતા હોય, તંત્ર માટે કડક કાર્યવાહીનું આયોજન ઘડ્યું છે.

રખડતા ઢોરને ગૌશાળામાં રાખવા આયોજન

ખંભાળિયામાં પાલિકા રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઈ-વે ઓથોરીટિના સહયોગથી તેઓ ચરાની વ્યવસ્થા કરે, પાલિકા પાણી તથા માલિકોની સંસ્થાઓના સહયોગથી શહેરમાં રખડતી ગાયો તથા ખૂંટિયાઓ પાંચસો જેટલી સંખ્યામાં પકડીને આવી ગૌશાળા તથા સંસ્થાઓમાં રાખવા આયોજન કરાયું છે, જેમાં નેશનલ હાઈ-વે, ઓથોરીટીના વત્સલ પટેલ દ્વારા પણ સહયોગ આપવા ખાતરી આપી હતી.

બેઠકમાં ચીફ ઓફિસર રાહુલ કરમુર, મામલતદાર સુરેશભાઈ, પાલિકા એસ.આ. સંજયકપૂર, ટ્રાફિક પો.ઈ. ચુડાસમા, અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, દેસુરભાઈ ગઢવી, ઓમભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh