Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખને ચૂંટણીની ટિકિટો ફાળવવાની સત્તા અપાશેઃ રાહુલ ગાંધી
આણંદ તા. ર૬: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે અને આણંદમાં તેમણે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે. આણંદમાં કોંગ્રેસે યોજેલી ત્રિદિવસીય શિબિરમાં વિક્રમ-ર૦ર૭ નો રોડમેપ તૈયાર કરવાની સાથે રાહુલ ગાંધીના વિવિધ સમૂહો સાથે ચર્ચા-પરામર્શના પણ કાર્યક્રમો છે. આ શિબિરમાં રાહુલ ગાંધીએ એક મોટી જાહેરાત કરી છે, તે મુજબ હવે ચૂંટણીઓની ટિકિટોની ફાળવણીમાં સંગઠનનો અભિપ્રાય લેવાશે, અને જિલ્લા કે શહેર પ્રમુખો જ ઉમેદવારોની પસંદગી કરશે.
લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે. સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જયાથી બાય રોડ આણંદ પહોંચ્યા છે. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન ૨૦૨૭નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુકત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે ૨૬ થી ૨૮ જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું છે. આજે આણંદમાં નવનિયુકત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં રાહુલ ગાંધીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, હવે પ્રદેશ કોંગ્રેસ ટિકિટ વહેંંચણીનો સ્વયં નિર્ણય નહીં કરે, પરંતુ જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખો કહે, તેને જ પાર્ટી ટિકિટ આપશે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે જે ઉમેદવારોને ચૂંટણીની ટિકિટો આપવાની જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખો ના પાડશે, તેઓને પાર્ટી ટિકિટ નહીં ફાળવે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે તમામ ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીમાં સંગઠનનો અભિપ્રાય લેવાશે અને શહેર- જિલ્લા સંગઠનોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial