Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જામનગર જિલ્લાના કુલ ૪૨૨ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સંસ્થાના કર્મચારીઓએ દિવ્યાંગજનોને લગત યોજનાઓ અને બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
જેમાં બાળકોનો શાળામાં પ્રવેશ અને હાજરી સુનિશ્ચિત કરવા, કોઈ પણ બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રાખવા, ગામના તમામ બાળકોની નિયમિત રીતે સ્વાસ્થ્યની કાળજી લેવા, આરોગ્ય ચકાસણી અને રસીકરણ કરાવવા, આપણા ગામના બાળકો આંગણવાડી તેમજ મધ્યાહ્નન ભોજન યોજનાનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા, ગામના બાળકોને કોઈપણ પ્રકારની હિંસા, શોષણ તેમજ ભેદભાવથી સુરક્ષિત કરવા, ગામને બાળ વિવાહમુક્ત ગામ બનાવવા અને ગામમાં બાળ વિવાહ થતા અટકાવવા, ગામનું કોઈપણ બાળક બાળ મજુરી કરશે નહી અને ગામને બાળમજુરી મુક્ત ગામ બનાવવા, ગામમાં નિયમિત બાળ પંચાયત યોજવી વગરે બાબતે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગમાં અને બાળ સુરક્ષા એકમમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે અને દતક વિધાન વિશે ગ્રામજનોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ નશો નહિ કરવા અંગે તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા એક આદર્શ બાળમિત્ર ગામ બનાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
વિવિધ ગામડાઓમાં યોજાયેલ ગ્રામસભાઓમાં ગામના સરપંચો, તલાટી મંત્રીઓ, શાળાના આચાર્યઓ, ગ્રામ પંચાયતના સભ્યઓ, આશાવર્કર, આંગણવાડી વર્કર તેમજ ગ્રામજનો હાજર રહૃાા હતા. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial