Advertisement
Author: નોબત સમાચાર

રવિવારે 'રન' સંગ્રામ... ભારત-પાક. વચ્ચે દિલધડક ફાઈનલ મુકાબલોઃ ઈન્ડિયા ફેવરીટ

એશિયા કપમાં પહેલી વખત ફાઈનલમાં આમને-સામને

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: બાંગ્લાદેશ હારી જતા હવે પાકિસ્તાન એશિયા કપમાં ભારત સામે ટકરાશે. આ દિલધડક મુકાબલો રવિવારે તા. ૨૮ મી સપ્ટેમ્બરે થશે. અત્યારે ટીમ ઈન્ડિયા હોટ ફેવરીટ ગણાય છે.

દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સુપર-ફોરની જંગમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૧૧ રનમાં હરાવીને એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ૨૮ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો જોવા મળશે.

એશિયા કપના ૪૧ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ બન્ને દેશો ફાઈનલમાં આમને-સામને આવશે. ગઈકાલની મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરનારી પાકિસ્તાનની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન બનાવ્યા. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ હારિસે ૩૧ રન સાથે ટોપ સ્કોરર બન્યો. મોહમ્મદ નવાઝે ૨૫ રન, જ્યારે શાહીન આફ્રિદી અને સલમાન અલી આગાએ ૧૯-૧૯ રનનો ફાળો આપ્યો. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહમદે ૩ વિકેટ ઝડપી, જ્યારે રિશાદ હુસૈન અને મહેંદી હસને ૨-૨ વિકેટ મેળવ્યા. લક્ષ્યાંક હતો ૧૩૬ રનનો પરંતુ બાંગ્લાદેશ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૨૪ રન જ બનાવી શક્યો. ટીમ માટે શમીમ હુસૈને ૩૦ રન કર્યા. ઉપરાંત સૈફ હસને ૧૮, નુરુલ હસન અને રિશાદ હુસૈને ૧૬-૧૬ રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો. આ જીત સાથે પાકિસ્તાન સીધું ફાઈનલમાં પહોંચ્યું છે જ્યાં તેનો મુકાબલો ભારત સામે થશે.

 ક્રિકેટ ચાહકો માટે આ ઐતિહાસિક જંગ સૌથી મોટી ટક્કર ગણાશે કારણ કે એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં આમને-સામને આવશે. ક્રિકેટપ્રેમીઓ જેની દાયકાઓથી રાહ જોઈ રહૃાા હતા, તે ક્ષણ આખરે આવી પહોંચી છે. એશિયા કપ ૨૦૨૫ના ફાઈનલમાં હવે ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે. ગ્રુપ સ્ટેજ, સુપરફોર બાદ હવે બંને પડોશી ટીમો સીધી ખિતાબી જંગ માટે ટકરાશે. રવિવારે દિલધડક રનસંગ્રામ જોવા મળશે. અત્યારે ટીમ ઈન્ડિયા હોટ ફેવરીટ છે.

ઉલ્લેખનિય છે કે, ૧૯૮૪માં એશિયા કપની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના ૧૬ એડિશનમાં ક્યારેય ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટક્કર થઈ નથી. પરંતુ આ વખતે એ રેકોર્ડ તૂટવા જઈ રહૃાો છે. ૨૮ સપ્ટેમ્બર, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર ભારતપાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે યુએઈ, પાકિસ્તાન અને ઓમાનને હરાવી સુપર-૪માં પ્રવેશ કર્યો હતો. સુપર-૪માં પણ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલ ટિકિટ મેળવી લીધી. અત્યાર સુધી ભારતે ૮ વખત એશિયા કપ જીત્યો છે. હવે ટીમ ૯મા ખિતાબ માટે મેદાનમાં ઉતરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh