Advertisement
Author: નોબત સમાચાર

વસઈની સગર્ભાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ કરાવાઈ પ્રસૂતિઃ જોડિયા બાળકીઓ જન્મી

આ ઈમરજન્સી સેવાનો તાલીમબદ્ધ સ્ટાફ થયો ઉપયોગી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ૧૦૮ ઈમરજન્સી સેવાનો વેલ ટ્રેઈન્ડ સ્ટાફ જોડીયા નવજાત બાળકીઓ માટે જીવન રક્ષક સાબિત થયો હતો. વસઈની એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી જોડિયા બાળકીને જન્મ આપી બચાવી લીધી હતી.

જામનગરમાં ૧૦૮ ઇમર્જન્સી સેવાના વેલ ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, અને એક પ્રસૂતા મહિલા અને તેની બે જોડીયા બાળકીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ છે. પ્રસુતા મહિલાની ચાલુ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી દઈ બે બાળકીઓને બચાવી લેવાઇ છે. હાલ માતા અને બે પુત્રીઓ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વસઈ ગામમાં પુરીબેન તેરૈયા નામની એક પ્રસૂતા મહિલા કે તેણીએ ગઈ રાત્રે ૧૦૮ ની ટીમને કોલ કર્યો હતો, જેથી જનતા ફાટક માં હાજર રહેલા ઇએમટી અમીષાબેન ડાંગર તથા પાયલોટ રવિરાજસિંહ જાડેજા તાત્કાલિક વસઈ પહોંચ્યા હતા.

 ત્યાંથી સગર્ભા મહિલા પુરીબેન કે જેઓને પ્રસૂતિની પીડા ઉપડી હોવાથી તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સમાં લઈને જામનગર જી.જી. હોસ્પિટલ તરફ આવી રહૃાા હતા. પરંતુ પુરીબેનની ચાલુ એમ્બ્યુલન્સમાં જ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તબિયત લથડી હતી, અને એમ્બ્યુલન્સમાં જ ફરજિયાત પ્રસૂતિ કરાવવી પડે તેવા સંજોગો ઊભા થયા હતા.

 જેથી ઇ.એમ.ટી.ના સ્ટાફ દ્વારા અન્ય તબિબ ડો. પરમાર નો સંપર્ક સાઘી માર્ગદર્શન મેળવી લઈ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. અને પ્રસૂતાએ એકીસાથે બે જોડીયા બાળકીઓને સફળતાપૂર્વક જન્મ આપી દીધો હતો. ત્યારબાદ  માતા અને બંને પુત્રીઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સમયસર પહોંચાડી દેવામાં આવ્યા હતા.

૧૦૮ ની ટીમની સમય સુચકતા  તેમજ જિલ્લા સુપરવાઈઝર જયદેવસિંહ જાડેજાના માર્ગદર્શનને લઈને સફળતા પૂર્વકની કામગીરી બદલ પ્રસૂતા મહિલા પુરીબેન તથા તેમના પરિવારજનોએ ૧૦૮ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh