Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૧-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૭% અને નેસ્ડેક ૦.૦૩% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૮૩ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર હેલ્થકેર, ફોકસ્ડ આઈટી, મેટલ, આઈટી, ટેક, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, બેન્કેકસ, એનર્જી અને કોમોડીટીઝ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિન્દુસ્તાન યુનીલીવર, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી, કોટક બેન્ક, આઈટીસી લિ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ જેવા શેરો ૩.૫૦% થી ૦.૩૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ફોસીસ લિ. અને ટેક મહિન્દ્રા જેવા શેરો ૪.૦૦% થી ૦.૭૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૯૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૦૨૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૯૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૭૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૦૯,૮૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૦,૧૦૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૯,૭૧૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૯,૭૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં એવા સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે, જે મજબૂત ક્વાર્ટરલ પરિણામો, સરકારની નીતિ સપોર્ટ, મોન્સૂનનું સારૃં પ્રદર્શન અને ઘટતા ક્રૂડ તેલના ભાવનો લાભ લે છે. ખાસ કરીને એફએમસીજી, ઓટો અને ઇન્ડસ્ટ્રિયલ્સ સેક્ટરમાં ડિમાન્ડ વધવાના આશાવાદના કારણે ઊછાળો રહી શકે છે.
બીજી તરફ, કેટલાક ટેક અને ફાર્મા સેક્ટરોમાં ઘટાડો જોવા મળી શકે છે કારણ કે તેઓએ તાજેતરમાં અસંતોષકારક કમાઈના અહેવાલ આપ્યા છે અથવા વૈશ્વિક મેક્રો પરિસ્થિતિઓના કારણે દબાણમાં રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, મેટલ અને કેમિકલ સેક્ટરમાં પણ કેટલીક ઘટતી ચીની ડિમાન્ડ અને ભાવ ઉતાર-ચઢાવને પગલે નરમાઈ જોવા મળી શકે છે.
ટૂંકમાં, ડોમેસ્ટિક ડિમાન્ડ આધારિત અને પોલિસી સપોર્ટવાળા સેક્ટરો તેજી બતાવી શકે છે, જ્યારે વૈશ્વિક પર આધારિત સેક્ટરોમાં સંભવિત ઘટાડો રહેવાનો અંદાજ છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી લાગુ પડશે. આ નિર્ણયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો ઊભા થાય છે અને ભારતીય નિકાસ ક્ષેત્રમાં ચિંતા વધી છે. ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના ૨૫% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી ૮૭ અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું ૨૫%ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિકન્ડક્ટર અને આવશ્ય ક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આગામી દિવોસમાં ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે. જો ચીન અને વિયેતનામી સ્પર્ધકો પર અમેરિકી ટેરિફ ઊંચા રહેશે તો ઓછી કિંમતવાળી કેટેગરીમાં ભારતીય કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ ઉચ્ચ માર્જિનવાળા ફેશન અને વિશેષ કપડાંમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફની લાંબાગાળે જોખમી અસર થઈ શકે છે અને તે ભારતને વિયેતનામ અને ચીન કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. ટેરિફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રહેશે તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદન (ય્ડ્ઢઁ) માં ૦.૨% થી ૦.૫% નો ઘટાડો આવી શકે છે.