Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ હોસ્ટેલમાંથી ગુમ થયાની જાણ કરીઃ
જામનગર તા. ૨૧: ધ્રોલના એક ટ્રસ્ટની શાળામાં અભ્યાસ કરતો અને ત્યાં જ હોસ્ટેલમાં વસવાટ કરતો મૂળ જોડીયાનો એક તરૂણ ગયા મંગળવારની રાત્રે ગુમ થયા પછી તેના પિતાએ પોતાના પુત્રનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરી છે.
જોડિયા શહેરના મોટાવાસમાં બંદર રોડ પર વસવાટ કરતા ઈસ્માઈલભાઈ બાવલાભાઈ નગામણા નામના વાઘેર વૃદ્ધનો પંદર વર્ષનો પુત્ર ધ્રોલમાં આવેલા અમીને શરીયત એજ્યુ. ટ્રસ્ટની નુરી સ્કૂલમાં અભ્યાસ કરવા ઉપરાંત ત્યાં હોસ્ટેલમાં વસવાટ કરે છે.
આ તરૂણનું ગયા મંગળવારની રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુમાં કોઈ શખ્સોએ અપહરણ કરી લીધાની ઈસ્માઈલભાઈએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પીઆઈ એચ.વી. રાઠોડે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.