Advertisement
Author: નોબત સમાચાર

છત્તીસગઢમાં ૨૦૮ નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણઃ 'અબુઝ માડ' ગઢ થયો મૂકત

આત્મસમર્પણ સમયે ૧૫૩ હથિયારો જમા કરાવી દીધા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: છત્તીસગઢમાં લોન્ચર, એકે-૪૭ જેવા હથિયારો સાથે ૨૦૮ નકસલવાદીઓએ આત્મ સમર્પણ કરતા અબૂઝમાડ ગઢ નકસલમૂકત થયો છે.

છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે, જ્યાં ૨૦૮ નક્સલવાદીઓએ કુલ ૧૫૩ હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આના પરિણામે, અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે નક્સલ મુક્ત થયો છે, આથી ઉત્તર બસ્તરમાંથી લાલ આતંકનો અંત આવશે, જેના પછી આ નક્સલવાદીઓને નવું જીવન શરૂ કરવામાં મદદ કરવામાં આવશે, હવે માત્ર દક્ષિણ બસ્તરમાં જ થોડી સમસ્યા બાકી રહી છે.

છત્તીસગઢ અને કેન્દ્ર સરકારના પ્રયાસો ફળી રહૃાા છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કુલ ૨૫૮ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં છત્તીસગઢના ૧૯૭ અને મહારાષ્ટ્રના ૬૧ નક્સલવાદીઓ સામેલ છે.

આજનું આ સરેન્ડર દંડકારણ્યનું સૌથી મોટું આત્મસમર્પણ ગણાય છે, જેમાં ઘણા મોટા કમાન્ડર પણ જંગલોમાંથી નીકળીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહૃાા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક ગણાવતાં કહૃાું કે, 'અબૂઝમાડ અને ઉત્તર બસ્તર હવે નક્સલ મુક્ત છે અને સરકારનો લક્ષ્ય ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાત્મો કરવાનો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના મતે, આ શાંતિ અને વિકાસનો નવો યુગ છે, કારણ કે નક્સલવાદ દરેક મોરચે હારી રહૃાો છે.'

નક્સલવાદી સંગઠન પાસે ઘણા ઘાતક હથિયારો હતા. આત્મસમર્પણ સમયે તેમણે કુલ ૧૫૩ હથિયારો જમા કરાવ્યા. જેમાં લેટેસ્ટ અને જૂના એમ બંને પ્રકારના હથિયારો છે. જેમાં ૧૯ એકે-૪૭ રાઇફલ, ૧૭ એસએલઆર રાઇફલ, ૨૩ ઈન્સાન રાઇફલ, ૧ ઈન્સાન એલએમજી, ૩૬ .૩૦૩ રાઇફલ, ૪ કાર્બાઇન, ૧૧ બીજીએલ લોન્ચર, ૪૧ ૧૨ બોર/સિંગલ શોટ, ૧ પિસ્તોલ મળી આવ્યા છે.

નક્સલવાદીઓ વર્ષોથી છુપાયેલા રહેતા હતા તેવો છત્તીસગઢનો ગાઢ જંગલ વિસ્તાર અબૂઝમાડ, જે ભારતનો છેલ્લો મોટો નક્સલ ગઢ હતો, તે આજના સરેન્ડરને કારણે લગભગ નક્સલ મુક્ત થઈ ગયો છે. હવે ઉત્તર બસ્તર પણ શાંત છે. આ શાંતિના કારણે, અહીં વિકાસના કામો  જેમ કે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો બનાવવાના કામ ઝડપી થશે, તેમજ લોકો પણ ડર વગર રહી શકશે.

સરેન્ડર કરનાર નક્સલવાદીઓને માત્ર માફી જ નહીં, પરંતુ એક નવું જીવન આપવા માટે સરકાર પાસે પુનર્વસન કાર્યક્રમ તૈયાર છે. આ કાર્યક્રમ હેઠળ, તેમને પોતાનો ધંધો કે નોકરી શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ, ખેતી કે નાના વ્યવસાય જેવા કૌશલ્યોની તાલીમ આપીને સક્ષમ બનાવાશે. તેમના અને તેમના પરિવારના જીવનને જોખમથી બચાવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેમના બાળકોને શિક્ષણ માટે શાળાએ મોકલવાની વ્યવસ્થા કરાશે.

અગાઉ સરેન્ડર કરનારા ઘણા નક્સલવાદીઓ હાલમાં સુખી જીવન જીવી રહૃાા છે. આ રીતે, આ કાર્યક્રમ નક્સલવાદને મૂળમાંથી ખતમ કરવાનું એક શક્તિશાળી હથિયાર સાબિત થઈ રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh