Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજાર પર વધારાના ૨૫% ટેરિફની અસર...!!

તા. ૦૭-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ વધુ ૨૫% ટેરિફ સહિતના પગલાં લઈને દબાણ સાથે યુરોપના દેશોનું પણ વધતા દબાણે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

રશીયા પાસેથી ભારત ક્રુડ ઓઈલની ખરીદી કરીને નફો કરી રહ્યું હોવાની દલીલ કરીને ભારત પર અમેરિકા દ્વારા ૨૫% ટેરિફમાં વધુ વધારા સામે ભારત રશીયા સાથે પોતાના સંબંધને વધુ મજબૂત બનાવશે અને ટ્રેડ ડિલમાં અમેરિકાના ઘૂંટણિયે નહીં પડે એવા સંકેત છતાં અમેરિકા અને ભારત વચ્ચે જો અને તો ની સ્થિતિને લઈ ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા છવાતાં સાવચેતીએ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૫%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૭૩% અને નેસ્ડેક ૧.૨૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૨ અને વધનારની સંખ્યા ૧૦૧૩ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર હેલ્થકેર, એફએમસીજી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટ્રેન્ટ લિ., ટાઈટન લિ., આઈટીસી લિ., બજાજ ફિનસર્વ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ જેવા શેરો ૧.૦૦% થી ૦.૦૨% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, એનટીપીસી લિ., સ્ટેટ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૧,૩૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૧,૩૩૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૦,૬૬૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૧,૨૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૩,૪૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૩,૮૮૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૨,૮૨૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૩,૬૭૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં બજારમાં મિશ્ર વલણ જોવા મળી શકે છે. ટેક્નોલોજી અને ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે કારણ કે આ સેક્ટરોમાં ક્વાર્ટરલ પરિણામો મજબૂત આવવાની શક્યતા છે અને રક્ષણાત્મક માંગ પણ સતત જોવા મળે છે. ઓટો સેક્ટર પણ પોઝિટિવ વોલ્યુમ ડેટા અને ફેસ્ટિવ સીઝનની આગળ તૈયારીને કારણે સારો દેખાવ આપી શકે છે.

બીજી તરફ, મેટલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે કારણ કે ચીનમાં ડિમાન્ડની માથી અને વ્યાજદરમાં વૃદ્ધિને કારણે પ્રેશર સર્જાઈ શકે છે. બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ નફા વસૂલીની શક્યતા છે, ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંકોમાં. કાચા તેલના ભાવમાં વધઘટ અને રૂપિયાની દશાએ પણ બજારના વલણને પ્રભાવિત કરી શકે છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ ૫.૫%ના દરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે. નિષ્ણાંતોના મતે, છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે.

ટ્રમ્પે હાલમાં જ ભારત પર ૨૫%નો ટેરિફ લાદી તેમાં વધારો કરવાની ચીમકી આપી છે. તે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અનેક પ્રતિબંધો લાદી દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે આરબીઆઈએ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ  રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ સીપીઆઈ ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, સીપીઆઈ ફુગાવો ચોથા ત્રિમાસિક?? ૪%ના લક્ષ્યથી વધવાની શક્યતા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh