Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાના દરિયામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડ્યોઃ
જામનગર તા. ૨૨: ધ્રોલમાં કાઢી લેવાયેલા હિચકાના સળીયામાં દુપટ્ટો બાંધી હિચકા ખાતી તરૂણીનું દુપટ્ટામાં ગળાટૂંપો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ડેરાછિકારી ગામમાં મગફળીના પાકમાં નીંદણ કરતા ખેડૂતનું સર્પદંશથી મૃત્યુ થયું છે. સિક્કા પાસે દરિયામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે.
ધ્રોલ શહેરના ખાટકી વાસમાં રહેતા યુનુસભાઈ સતારભાઈ માંડલીયા નામના પ્રૌઢની તેર વર્ષની પુત્રી માહીનુર ગઈકાલે યુનુસભાઈના કૌટુંબિક ભાઈ રફીકભાઈના ઘેર રમવા માટે ગઈ હતી. આ તરૂણી છત પર રાખવામાં આવેલા હિચકાના સળીયામાં દુપટ્ટા વડે હિચકા ખાતી હતી ત્યારે તેણીનું ગળુ દુપટ્ટામાં ફસાઈ જતા આ તરૂણીનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે.
છત પર રાખવામાં આવેલો હિચકો રફીકભાઈ દ્વારા કાઢી લેવામાં આવ્યો હતો અને તે પછી તેની સાંકળ આંટી વાળીને રાખી દેવામાં આવી હતી. તેના સળીયામાં ગઈકાલે માહીનુરે દુપટ્ટો બાંધી હિચકા ખાધા હતા ત્યારે આ તરૂણીનું ગળુ દુપટ્ટામાં ફસાઈ ગયું હતું અને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે યુનુસભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના ડેરા છિકારી ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ શુક્રવારે સવારે ખેતરમાં મગફળીના પાકમાં નીંદણ કરતા હતા ત્યારે ત્યાં છૂપાયેલો સર્પ રાજેન્દ્રસિંહના પગના પંજામાં દંશી જતા ઝેરી અસર થવાથી આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર કૃષ્ણપાલસિંહે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ડીસીસી કંપનીની જેટીથી ચારેક માઈલ દૂર દરિયામાં ગઈકાલે બપોરે એક અજાણ્યો વ્યક્તિ ડૂબતો જોવા મળતા તેને બહાર કાઢી લેવાયો હતો. દોડી આવેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સિક્કાના માછીમાર સુલેમાન અબ્બાસ ગંઢારનું નિવેદન નોંધ્યું છે અને મૃતકની ઓળખ મેળવવા બેડી મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial