Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યામાં દીપોત્સવી પર્વે ર૮ લાખ દીવા ઝળહળતી ઊઠ્યાઃ નવો વિક્રમ સ્થપાયો

રામનગરી અને સરયુ ઘાટ ઝગમગી ઊઠ્યાઃ રામલીલા, લેઝર-શો, રર ઝાંખી સાથે શોભાયાત્રા

                                                                                                                                                                                                      

અયોધ્યા તા. ર૧: અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી સાથે ર૮ લાખ દીવા પ્રગટાવ્યાનો રેકોર્ડ નોંધાયો છે. અદ્ભુત લેસર શો અને રર ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી. ર હજારથી વધુ લોકોએ સરયુકાંઠે આરતીમાં ભાગ લીધો હતો. રામનગરી અને સરયુઘાટો રોશનીથી ઝળહળી ઊઠ્યા હતાં.

દિવાળીની પૂર્વસંધ્યાએ અથવા દીપોત્સવ, ભગવાન રામનું શહેર, અયોધ્યા રવિવારે રાત્રે એક નક્ષત્રની જેમ ચમક્યું, જ્યારે સરયુ નદીના કિનારે ર.૬ મિલિયનથી વધુ માટીના દીવાઓ એકસાથે પ્રગટાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલો દીવો પ્રગટાવ્યો, અને થોડીવારમાં શહેરના દરેક ખૂણા આકાશમાં તારાઓની જેમ પરકાશિત થઈ ગયા. આ વર્ષે ઉત્તરપ્રદેશ સરકારે પાછલા દીપોત્સવ કરતા વધુ દીવાઓ પ્રગટાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. સરયુ નદીના કિનારે ર,૧ર૮ ભક્તોએ એકસાથે આરતી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તરપ્રદેશ સરકારે સતત એક જ સ્થળે સૌથી વધુ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ તોડ્યો છે. ર૦ર૩ અને ર૦ર૪ માં દીપોત્સવ ઉઝવણી દરમિયાન સરયુ નદીના કિારર કિનારે અનુક્રમે રર લાખ અને રપ લાખથી વધુ દીવા પ્રટાવવામાં આવ્યા હતાં. આ વર્ષે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને અયોધ્યા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશ પ્રવાસન વિભાગના નેજા હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ૩૩,સ્વયંસેવકોએ ર૬ લાખથી વધુ દીવા પ્રગટાવ્યા હતાં.

દીપોત્સવના નોડલ અધિકારી સંત શરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, સરયુ ઘાટ પર ર૮ લાખથી વધુ દીવા ગોઠવવામાં આવ્યા હતાં. ઘાટ નંબર ૧૦ પર, સ્વયંસેવકોએ ૮૦,૦૦૦ દીવાઓ સાથે એક વિશાળ સ્વસ્તિક બનાવ્યું હતું, જેને શુભ માનવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી યોજાતા દીપોતસવે અયોધ્યાના આધ્યાત્મિક આભાને વધુ ગહન બનાવ્યું છે. આનાથી રામના શહેરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. એટલું જ નહીં, પરંતુ મોટી સંખ્યમાં પ્રવાીઓ પણ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને રર જાન્યુઆરી ર૦ર૪ ના ભગવાન રામ મંદિરના અભિષેક પછી ભક્તોનો ઉછાળો જોવા મળ્યો છે.

વર્ષ ર૦૧૭ માં અયોધ્યામાં ૧૭.૮ મિલિયન પ્રવાસીઓ આવ્યા હતાં, જ્યારે ર૦ર૪ માં આ સંખ્યા વધીને ૧૬૪.૪ મિલિયન થઈ ગઈ અને આ વર્ષના પહેલા ભાગમાં ર૩૮.ર મિલિયન થઈ ગઈ. નોંધપાત્ર રીતે આમાંથી આશરે પ૦,૦૦૦ પ્રવાસીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતાં. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યોગી સરકાર દીપોત્સવ દ્વારા અયોધ્યાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભવ્યતાને વધારવા અને તેને વૈશ્વિક યાત્રાધામ અને પર્યટન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે.

શહેરમાં રામ ભક્તોની સંખ્યામાં વધારાથી સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. રોજગારની નવી તકો ખુલ્લી છે. વધુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક ભવ્ય રેલવે સ્ટેશન સહિત વ્યાપક આધુનિક માળાખાકીય સુવિધાઓ વિક્સાવવામાં આવી છે. આ વર્ષે પ્રકાશના ઉત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંડળો દ્વારા લેસર શો, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. ભગવાન રામના જીવનને દર્શાવતી રંગબેરંગી ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. સાકેત કોલેજથી શરૂ થઈને રામકથા પાર્કમાં સમાપ્ત થયેલી શોભાયાત્રામાં રામાયણના સાત અધ્યાયો-બાલકંડ, અયોધ્યાકાંડ, અરણ્યાકાંડ, ક્રિષ્કિધકાંડ, સુંદરકાંડ, લંકકાંડ અને ઉત્તરકાંડ દર્શાવતી રર મનમોહક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.

વિવિધ રાજ્યોના કલાકારોએ મયુર, બાધવાન, દેહડિયા, ધોબિયા અને અન્ય લોકનૃત્યોથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું. સરયુ નદીના પ્રકાશિત કિનારે એક ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં વૈદિક વીદ્વાનોએ સ્તોત્રોનું ગાન કર્યું હતું. રામના નામની સુર સાથે ઝગમગતા અસંખ્ય દીવાઓએ એક જીવંત ભક્તિમય વાતાવરણ નાવ્યું હતું.

શહેરની ઉપર આકાશમાં ભગવાન હનુમાનની છબિઓ પ્રદર્શિત કરતા ૧,૧૦૦ થી વધુ ભારતમાં બનાવેલા ડ્રોનએ પરેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં, જ્યારે ગિનિસ અધિકારીએ બે નવા રેકોર્ડની જાહેરાત કરી, ત્યારે દરેક વ્યક્તિ ખુશીથી છવાઈ ગઈ, અને મુખ્યમંત્રીએ ભીડને તેમના સ્માર્ટફોન ઊંચા લહેરાવવા વિનંતી કરી.

આ પરંપરાગત ભક્તિ અને આધુનિક ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં વીપક્ષી પક્ષોની ટીકા કરી જેમને ઉજવણીઓ વિશે વિવિધ ટિપ્પણીઓ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે ઉત્તરપ્રેશને ઓળખ માટે સંઘર્ષ કરવો પડતો નથી, જ્યાં એક સમયે ગોળીઓ ચાલતી હતી, આજે આપણે ત્યાં દીવા પ્રગટાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, જ્યારે અમે ર૦૧૭ માં અયોધ્યા ધામમાં દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું, ત્યારે તેની પાછળનો વિચાર દુનિયાને બતાવવાનો હતો કે દીવા કેવી રીતે પ્રવટાવવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh