Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ચૂંટણી પૂર્વે
વડોદરા તા. પઃ વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકાગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સાવચેતીના પગલારૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતાં અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. હાલ પુરતુ કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે, તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ તમામ કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે.
અગાઉ પણ વડોદરા કોર્ટને બોમ્બની ધમકી આપતો એક ઈમેઈલ મળ્યો હતો. જેની તપાસ અકોટા પોલીસ અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. જો કે, કલાકોની તપાસ બાદ તે સમયે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. પરંતુ આજે ફરીથી આવી જ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. કોર્ટ સંકુલમાં લોકોના ટોળેટોળા જામ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેલ ફરી એકવાર સક્રિય થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial