Advertisement
Author: નોબત સમાચાર

નવેમ્બરમાં શરૂ થશે કડકડતી ઠંડીઃ આગાહી

ડિસેમ્બર-૨૫ થી ફેબ્રુઆરી-૨૬ સુધી લા...નીના ની અસર

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩: હવામાન ખાતાએ કરેલી ભવિષ્યવાણી મુજબ ડીસે-૨૫ થી લા...નીના ની અસર થવાની છે, અને નવેમ્બરમાં જ કડકડતી ઠંડી પડવાની સંભાવના જણાવાઈ છે.

શિયાળાની અસર હેઠળ ઠંડીએ ધીમે ધીમે પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે હવામાન વિભાગની ભવિષ્યવાણીમાં પણ આ સંભાવના વ્યક્ત થઈ છે. આઈએમડીએ શુક્રવારે કહૃાું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગ, જેમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમી ભારત સામેલ છે. આ દરમિયાન મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી ઓછું રહેવાની આશંકા છે. જો કે ઉત્તર પશ્ચિમના અમુક વિસ્તારને બાકાત કરતા, મોટા ભાગના મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની આશા છે.

એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહૃાું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાનું અનુમાન છે, પણ પશ્ચિમી હિમાલયી વિસ્તાર, હિમાલયની તળેટી, ઉત્તર-પૂર્વી ભારતના મોટા ભાગના વિસ્તાર અને દક્ષિણી પ્રાયદ્વીપના અમુક ભાગમાં મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની સંભાવના છે.

તેમણે કહૃાું કે, દેશના મોટા ભાગના વિસ્તારમાં મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની સંભાવના છે, સિવાય કે ઉત્તર પશ્ચિમ ભારતના અમુક વિસ્તારના, જ્યાં મિનિમમ ટેમ્પરેચર નોર્મલ અથવા નોર્મલથી ઓછું રહેવાની આશા છે. મહાપાત્રાએ કહૃાું કે, મધ્ય અને પૂર્વી ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં નબળા લા નીનાની સ્થિતિ બનેલી છે. લા નીનાની સ્થિતિ ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી બની રહેવાની સંભાવના છે અને જાન્યુઆરી-માર્ચ દરમિયાન ઈએનએસઓ-ન્યૂટ્રલમાં બદલાવની આશા છે.

આઈએમડી પ્રમુખે કહૃાું કે દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે, સિવાય કે ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપના અમુક વિસ્તારને બાદ કરતા, જ્યાં નવેમ્બરમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની આશા છે.

આ પહેલા આઈએમડીએ કહૃાું હતું કે ઓક્ટોબર ડિસેમ્બર દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધારે વરસાદ થવાની આશા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું કે ઓક્ટોબરમાં ભારતમાં ૧૧૨.૧ વરસાદ થયો, જે સામાન્યથી ૪૯ ટકા વધારે હતો અને ૨૦૦૧ બાદ બીજો સૌથી વધારે વરસાદ હતો. તેમણે આ વધારે વરસાદનું કારણ ચાર લો પ્રેશરવાળી સિસ્ટમ બનવાના કારણે થયું હોવાનું કહૃાું છે, જેમાંથી બે ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયા, સાથે જ ઉત્તર ભારતમાં ચાર પશ્ચિમિ વિક્ષોભ પણ આવ્યા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh