Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરાલી ગામનો સંપૂર્ણ નાશઃ વરસાદના કારણે રાહત-બચાવ કામગીરીમાં મુશ્કેલી
નવી દિલ્હી તા. ૬: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે (૫ ઓગસ્ટ) ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હ્ય્દય હચમચી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે પચાસથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ દરમિયાન, સેનાનું બચાવ કાર્ય ચાલુ છે.
આ વિનાશની ઝપેટમાં એક આર્મી કેમ્પ પણ આવી ગયો છે. અહીં એક આર્મી મેસ અને એક કાફે છે. આ અકસ્માતમાં ઘણાં સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં સેનાનું રાજપૂતાના રાઇફલ્સનું યુનિટ તૈનાત છે. હર્ષિલમાં નદી કિનારે બનેલું હેલિપેડ પણ તબાહ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે હેલિકોપ્ટરથી રાહત અને બચાવ કામગીરી પણ નથી થઈ શકતી.
ધરાલીમાં મંગળવારે થયેલી આપત્તિ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લેવામાં આવી. ધામીએ વડાપ્રધાનને જણાવ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે જેથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ મળી શકે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
એનડીઆરએફની ચાર ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. આ સિવાય આઈટીબીપીની ત્રણ ટીમ પણ રાહત કાર્યોમાં લગાવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્રએ લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે. રાજ્ય સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર અનેક સ્થળો પર કાટમાળ અને બોલ્ડર પડ્યા હતા. તેનાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બીઆરઓ યુદ્ધસ્તર પર નેશનલ હાઇવે ખોલવામાં લાગ્યું છે. અકસ્માતમાં આર્મી કેમ્પ પણ લપેટમાં આવ્યું છે અને અનેક જવાન ગુમ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે હેલિકોપ્ટરથી રાહત અને બચાવ કામગીરી શક્ય થઈ નથી. ખીર ગંગામાં આવેલા પૂરથી હર્ષિલ હેલિપેડમાં પણ પાણી ભરાઇ ગયું છે. ઉત્તરાકશીના નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધ્યું છે. કુદરતે સર્જેલી તારાજીના ડરથી લોકો પોતાનો વિસ્તાર છોડીને ભાગી રહૃાા છે.
હાલ હવામાન ખરાબ છે, પરંતુ તેમાં સુધારો આવતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન ફરી તેજ કરવામાં આવશે. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં આજે શાળા-કોલેજ બંધ રહેશે. વાદળ ફાટ્યા બાદ સતત કાટમાળ પહાડોની નીચે ધસી રહૃાો છે.
ઉત્તરકાશીમાં ગંગોત્રી-હર્ષિલથી જોડનારા ૧૫૦ મીટરના સ્ટ્રેચમાં બનેલો માર્ગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. આ જ કારણે એનડીઆરએફ અને આઈટીબીપીની ટીમને પણ આગળ વધવામાં મુશ્કેલી થઈ રહી છે. તેની આગળની સ્થિતિ પણ આવી જ છે. દરેક જગ્યાએ રસ્તા ધરાશાયી થઈ ગયા છે અને રસ્તા પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. જેના કારણે બચાવ કામગીરી માટે સામાન પહોંચાડવામાં પણ તકલીફ પડી રહી છે. રેસ્ક્યુ ટીમ માટે બોલાવવામાં આવેલી વધારાની ટીમ માટે સૌથી પહેલાં પહાડ તોડીને રસ્તો બનાવવામાં આવશે. જોકે, આ કામગીરીમાં વરસાદ સૌથી મોટો અવરોધ બની રહૃાો છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર પણ લેન્ડ નથી થઈ શકતા, પરંતુ તેમ છતાં તેમને સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવ્યા છે. ભાગરથી નદીનો તેજ પ્રવાહને જોતા આખું ગામ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
બચાવકર્મી માટે હજુ પણ સૌથી મોટી તકલીફ ઘટનાસ્થળે પહોંચવાની છે. કારણ કે, હજુ સુધી કોઈ મશીનરી નથી. કોઈ ડિટેક્શન સિસ્ટમ નથી. એવામાં કાટમાળમાં દબાયેલા લોકોને ડિટેક્ટ કરવું મુશ્કેલ બની રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial