Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર પોલીસ સ્ટેશનમાં યોજાયો લોનમેળો

લોનવાચ્છુકોને સ્થળ પર જ ફાળવવામાં આવી લોનઃ

                                                                                                                                                                                                      

લાલપુર તાલુકાના મેઘપર-પડાણા ગામમાં તાજેતરમાં બેંક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પંથકમાં રહેતા લોકોને બેંક દરા આપવામાં આવતી બેંક અંગેની વિગતો આપવા ઉપરાંત સ્થળ પર લોન લેવા માટેની પ્રક્રિયા કરી આપવામાં આવી હતી. જરૂરી કાગળો સાથે મેઘપર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત લોનવાચ્છુઓને એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ બેંકના સ્ટાફ દ્વારા અંદાજે રૂ।.૧પ લાખની લોન મંજૂર કરી આપવામાં આવી હતી. પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે ઉંચા વ્યાજે નાણા આપતા શખ્સો અંગે ફરિયાદ કરવા માટે બહાર આવવાની પણ હાકલ કરી હતી. સ્થળ પર ૬૦થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh