Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદઃ
જામનગર તા. ૨: જામનગરમાં આજે તા. ૦૨-૦૩-૨૬ (સોમવાર)ના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા શ્રી કટારીયાવાળા વાછરાદાદાના મંદિરે નગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં આવતા તમામ દર્શનાર્થી માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તેમજ મંડળ દ્વારા રાત્રે ૧૦ કલાકથી સવાર સુધી માતાજીના ઓરીજીનલ દેશી ગરબા, દુહા, છંદ, વાછરાદાદાના લગ્નગીત, મંગળીયા તથા આખ્યાનનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગામેગામથી માતાજીના બાનાધારી ભુવાઓ પધારશે અને વાછરાદાદાની ગાદી શોભાવશે. કાર્યક્રમમાં જવા માટેનું મંડળનું વાહન (નિઃશુલ્ક) સાંજે ૪ વાગ્યે વિક્ટોરીયા પુલના છેડે, જિલ્લા સેવા સદન-૪ પાસે આવેલ હઠલીયા હનુમાનજીના મંદિરેથી ઉપાડવામાં આવશે. જે ભાવિકોને દર્શનનો લાભ લેવાની ઈચ્છા હોય તેમને સમયસર સ્થળ પર હાજર રહેવા વિનંતી છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial