Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ર૬-ર૭ માર્ચે થઈ શકે જાહેરઃ
જામનગર તા. ર૦: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાય રહી છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી જાણવા મળી વિગતો મુજબ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી ર૬ કે ર૭ મી માર્ચે ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે, જેમાં સૌ પ્રથમ રાજ્યની મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન તા. ૩૦ મી એપ્રિલે યોજાવાની જાહેરાત થશે, જ્યારે જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન તા. ૩ જી મે ના દિને યોજાશે. આ બન્ને ચૂંટણીની મતગણતરી તા. પા મી મે ના દિને યોજાશે.
આ ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી હશે તે દરમિયાન જ રાજ્યની નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને ત્યારપછી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેનો કાર્યક્મ પણ જાહેર કરી દેવામાં આવશે, જેથી જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ ચૂંટણીઓ પૂર્ણ થઈ જાય.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ આગામી વિધાનસભાની ચૂંટણી-ર૦ર૭ માટે પણ મહત્ત્વની હોવાથી શાસક પક્ષ ભાજપ સહિત વિરોધ પક્ષ કોંગ્રેસ તેમજ હવે આમ આદમી પાર્ટી વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની શક્યતા પણ જોવા મળી રહી છે.
રાજ્ય ચૂંટણી પંચ શાળાઓ શરૂ થાય અને ગામડાઓમાં વરસાદ પહેલા ખેતીના કામકાજ શરૂ થાય તે પહેલા આ મહત્ત્વની ચૂંટણીઓની કાર્યવાહી પૂર્ણ કરી લેશે તેવી તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial