Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના રાવલ ગામમાં ગંજીપાના વડે જુગાર રમતા નવ શખ્સ સામે નોંધાયો ગુન્હો

ભોગાતમાં ઘરમાં રમાડાતા જુગાર પર દરોડોઃ પાંચ પકડાયા, એક ફરારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામકલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં જુગારના બે દરોડામાં નવ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે, ભોગાતમાંથી પાંચ પત્તાપ્રેમી મળી આવ્યા છે, એક નાસી ગયો છે. રૂપેણ બંદર પર રોનપોલીસ રમતા ચાર પોલીસના દરોડામાં પકડાયા છે. દ્વારકા તથા રૂપેણ બંદર પરથી ચાર શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલમાં ખરાબાની જગ્યામાં મંગળવારની રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રાજશી લીલાભાઈ ઓડેદરા, ગીગાભાઈ કારાભાઈ મોઢવાડીયા, જીવાભાઈ સાજણભાઈ કારાવદરા, વિજય મુંજાભાઈ કારાવદરા, સરમણ સુકાભાઈ કેશવાલા, રણમલ પરબતભાઈ કારાવદરા નામના છ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૨૬,૩૫૦ કબજે કરવામાં આવ્યા છે.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં મંગળવારની રાત્રે પોલીસે પાડેલા દરોડામાં રાજપાલ વીરાભાઈ રૂડાચ, ધારાભાઈ અરજણભાઈ સાખરા, દીપક રણછોડભાઈ નડિયાપરા, ડોસલભાઈ બોઘલભાઈ જામ, વીરાભાઈ હાજાભાઈ પતાણી નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. શાહરૂખખાન પઠાણ નામનો ખંભાળિયાનો શખ્સ નાસી ગયો હતો. રાજપાલ રૂડાચ પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાનું ખૂલ્યું છે. પોલીસે પટમાંથી રૂ.૫૫,૧૬૦ રોકડા, એક ઈકો મોટર, પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૧,૮૦,૧૬૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કલ્યાણપુરના રાવલ ગામમાં બીજા દરોડામાં રામાભાઈ રાજાભાઈ અમર, વિરમ હીરાભાઈ પાંડાવદરા, રમેશ રાજાભાઈ પાંડાવદરા નામના ત્રણ શખ્સ રોનપોલીસ રમતા મળી આવ્યા છે.

દ્વારકા નજીકના રૂપેણ બંદર પર ગઈરાત્રે ગંજીપાના કૂટતા મહંમદ સીદીક ઈસબાની, મનસુખ કેશુભાઈ ગોહિલ, વસીમ હનીફ શેખ, સાદીક બકસુભાઈ ભરૂચા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૨૬૧૦ કબજે કર્યા છે.

દ્વારકા શહેરના કાનદાસ બાપુ આશ્રમ પાસે મંગળવારની રાત્રે ચલણી નોટના નંબર પર જુગાર રમતા શાહરૂખ રફીક મીર, સલીમ હાસમ નામના બે શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. જ્યારે રૂપેણ બંદર પર ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા નદીમ રફીક મીર, આસીફ દાદુભાઈ નામના બે શખ્સને પકડી લેવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh