Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કારગીલ વિજય દિને પીપીઈંગ સેરેમની

રાજ્ય કક્ષાના બેઝિક કેમ્પમાં સિટી 'બી' ડિવિઝન અગ્રીમ હરોળમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં વર્ષોથી ખાલી રહેલી ગત્ કંપની કમાન્ડર રેંક ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર તેમજ જિલ્લા કક્ષાએ નોન કમિશન ઓફિસરની રેંક સેરેમની (પીપીઈંગ સેરેમની) કારગીલ વિજય દિવસના રોટરી હોલ, જામનગર મહાનગરપાલિકામાં યોજવામાં આવેલ હતી. ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાયની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાય તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશભાઈ સરવૈયા દ્વારા સિટી 'બી' યુનિટના કૈલાશ બી. જેઠવા, વિનયકુમાર ત્રિવેદી, હેપલ વારા, રવિકુમાર રાઠોડ, મયુર ગોંડલિયા, રાજેન્દ્રસિંહ બી. જાડેજા, રાજેન્દ્રસિંહ એમ. જાડેજા, દિવ્યેશ જેઠવા, હોમગાર્ડઝ અધિકારી તથા હોમગાર્ડઝ સભ્યોને રેન્ક ધારણ કરાવવામાં આવેલ હતી. સિટી 'બી' યુનિટ હોમગાર્ડઝ જામનગરના ઉત્તીર્ણ થયેલા હોમગાર્ડઝ જવાનોને પ્રમોશન મળતા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

તેમજ તાજેતરમાં જરોદમાં રાજ્યકક્ષાના બેઝિક તાલીમ કેમ્પમાં ગયેલા જામનગર સિટી 'બી' યુનિટ હોમગાર્ડ સભ્યો મહેન્દ્રસિંહ જી. જાડેજા, (બેસ્ટ ક્રેડેટ-બીજો નંબર), જયકુમાર પાટીલ, જયેન્દ્રસિંહ જાડેજા, નિમેશ વારા, નદીમ જુણેજા, પરેશ વારા (લાઈન વે આઉટ-પ્રથમ નંબર) પ્રાપ્ત કરી જામનગર જિલ્લા હોમગાર્ડઝ તથા સિટી 'બી' યુનિટનું ગૌરવ વધારેલ છે.

આ કાર્યક્રમમાં તોરલ ઝવેરી, ધનંજય ઠાકુર તેમજ યુવરાજસિંહ રાણા, જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડનટ ગિરીશભાઈ સરવૈયા, પ્રેક્ષાબેન ભટ્ટ, રૂષિરાજ જેઠવા, દિલિપ ડાંગર, સિટી યુનિટના ઓફિસર કમાન્ડિંગ જયેશ રાણા, હિતેષ જેઠવા, વિજયસિંહ વાળા તથા પ્લાટુન કમાન્ડર રાજેન્દ્ર ઓઝા, જીગ્નેશ ચૌહાણ, હિમાંશુ પુરોહિત, ચિરાગ મકવાણા, સુહિત મહેતા તથા બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ જવાનો ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં તેમ જયેશ એચ. રાણાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh