Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષથી ઈસ્લામના અનુયાયી હોવા અંગેની જોગવાઈ ફગાવાઈઃ બોર્ડમાં ૩, પરિષદમાં ૪ થી વધુ બિનમુસ્લિમ સભ્યો નહીં:
નવી દિલ્હી તા. ૧પઃ સુપ્રિમ કોર્ટે આજે વકફ (સુધારા) બિલ ર૦રપ ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે, જો કે કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે નોંધ્યું કે, વકફ (સુધારા) એક્ટ ર૦રપ માં કેટલીક જોગવાઈ અયોગ્ય છે, જેથી તેના પર રોક મૂકવાનો નિર્ણય લીધો છે.
સુપ્રિમ કોર્ટે આખા વકફ (સુધારા) બિલ પર સ્ટે મૂક્યો નથી, પરંતુ અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની જોગવાઈ પર રોક મૂક્યો છે, જે મનમાનીભર્યો હોવાનું જણાવી સુપ્રિમ કોર્ટે તેના પર રોક મૂકી છે. ર (સી) જોગવાઈ વકફ સંપત્તિને વકફ સંપત્તિ માનવામાં આવશે નહીં. ૩ (સી) સાથે જોડાયેલા રેવન્યુ રેકોર્ડની જોગવાઈ પર પણ રોક મૂકી છે.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, કાર્યપાલિકા કોઈપણ વ્યક્તિના અધિકારોનું નિર્ધારણ કરી શકતી નથી. જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં પ્રોપર્ટી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વકફ સંપત્તિના અધિકારોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જો કે સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, કોઈપણ ત્રીજા પક્ષનો અધિકાર માન્ય ગણાશે નહીં.
વકફ બોર્ડની સંરચના પર ટિપ્પણી કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, બોર્ડમાં રાજ્ય સ્તરે વધુમાં વધુ ત્રણ બિનમુસ્લિમ સભ્ય રહી શકશે. અર્થાત્ બોર્ડના ૧૧ સભ્યોમાં મુસ્લિમ સભ્યોની બહુમતિ આવશ્યક રહેશે. વધુમાં બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર મુસ્લિમ હોવા જોઈએ. આ આદેશ વકફ એક્ટની કાયદેસરતા પર અંતિમ ભલામણ સૂચનો નથી. જેની સંપત્તિના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈઓ યોગ્ય છે.
બિન-મુસ્લિમ સભ્યોની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. વકફ સંસ્થાઓમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાનો નિયમ મર્યાદિત કરવામાં આવ્યો છે. હવે એક વકફ બોર્ડમાં ૩ થી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય અને કુલ વકફ પરિષદમાં ૪ થી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ આદેશો માત્ર પ્રાથમિક (પ્રાઈમા ફેસ) છે અને પક્ષકારોને અધિનિયમની કાયદેસરતાને પડકારવા માટે આગળ અરજી કરવાની મંજુરી છે.
ઉલ્લેખનિય છે કે, વકફ સુધારા અધિનિયમ ૩ એપ્રિલે લોકસભા, ૪ એપ્રિલે રાજ્યસભા દ્વારા પસાર થયો હતો અને પ એપ્રિલે તેને રાષ્ટ્રપતિની મંજુરી મળી. આ કાયદો ૧૯૯પ ના વકફ કાયદામાં સુધારો કરે છે, જેનો ઉદ્દેશ્ય વકફ સંપત્તિના નિયમનને વધુ સારૂ બનાવવાનો છે.
આ અધિનિયમની બંધારણીયતાને લઈને ભારતના ઘણાં સાંસદો અને સંગઠનોએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જ્યારે ૬ ભાજપ શાસિત રાજ્યોએ આ અધિનિયમના પક્ષમાં અરજી દાખલ કરી છે. સરકારે દાવો કર્યો છે કે આ સુધારો વકફનો દુરૂપયોગ રોકવા અને ગેરકાયદેસર દાવાઓ સમાપ્ત કરવા માટે છે. સરકારે એ પણ જણાવ્યું કે વકફ બોર્ડમા બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાનો ઉદ્દેશ્ય આ સંસ્થાઓમાં સમાવેશીકરણ અને વિવિધતા લાવવાનો છે.
આ ચૂકાદા અંગે પ્રાથમિક પ્રતિભાવ આપતા કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું છે કે, 'આ ખરેખર એક સારો નિર્ણય છે. સુપ્રિમ કોર્ટે સરકારના કાવતરા અને ઈરાદાઓ પર રોક લગાવી દીધી છે. જમીન દાનમાં આપનારા લોકોને ડર હતો કે સરકાર તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે. આ તેમના માટે રાહતની વાત છે. સરકાર કેવી રીતે નક્કી કરશે કે કોણ પ વર્ષથી ક્યા ધર્મનું પાલન કરી રહ્યું છે? આ આસ્થાનો મામલો છે. અમે લડાઈ ચાલુ રાખીશું.'
બીજી તરફ કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજુએ પણ સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું છે કે આ કાયદો સમસ્ત મુસ્લિમ સમાજ માટે લાભદાયી નિવડશે. આ મુદ્દે સંસદ અને સુપ્રિમ કોર્ટમાં પણ લાંબી અને ઉપયોગી ચર્ચા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial