Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીડીઓનો આદેશ
જામનગર તા. ૮: જામનગર જિલ્લા પંચાયતના સંસાધન અધિકારી એ.એ. ભીમાણી પાસે રહેલા અન્ય વિભાગોના ત્રણ વધારાના ચાર્જ આંચકી લેવાનો ડીડીઓ એ આદેશ કરતા જિ.પં. વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.
એ.એ. ભીમાણી પાસે વિકાસ શાખાના વડા તરીકેની કામગીરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ની વધારાની કામગીરી તેમજ સમાન્ય શાખાની કચેરીના વડા તરીકેની કામગીરીના વધારાના ચાર્જ હતાં, તે તમામ ચાર્જ લઈ લેવાનો ડીડીઓએ આદેશ કર્યો છે.
જે મુજબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ની કામગીરીનો ચાર્જ તથા સામાન્ય શાખાની કચેરીના વડા તરીકેનો ચાર્જ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ડી.એચ. ઘેલાણીને સોંપવામાં આવ્યો છે. વિકાસ શાખાના વડાનો ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) કુ. વી.આર. માકડિયાને સુપરત કરાયો છે.
આમ એક જ ઝાટકે ભીમાણી પાસેથી વધારાના ત્રણ ચાર્જ લઈ લેવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial