Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે ફટાકડાના કારણે ૩૦ સ્થળે થયા આગના છમકલા

કચરાના ઢગલા સળગી ઉઠ્યાઃ રાતભર ફટાકડાની ધૂમ મચીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરમાં ગઈકાલે ફટાકડાના કારણે જુદા જુદા ૩૦ સ્થળે આગના છમકલા થયા હતા. ગઈકાલ સવારથી આજ સવાર સુધી સતત દોડતી રહેલી ફાયરબ્રિગેડની ટીમે તમામ સ્થળે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

જામનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે દિવાળીના તહેવારની ધામધૂમપૂર્વક અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં ઠેર ઠેર ઈમારતોને શણગારવા ઉપરાંત ફટાકડા ફોડી નગરજનોએ આનંદ વ્યક્ત કર્યાે હતો.

ગઈકાલે સાંજથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટી રહેલા ફટાકડા સવાર સુધી ફૂટતા રહ્યા હતા અને સળગતા ફટાકડા પડવાના કારણે શહેરમાં ૩૦ સ્થળે નાની મોટી આગ ભભૂકી હતી. તે સ્થળોએ સમયસર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લઈ લીધી હતી. ગઈકાલે સવારથી રાત્રિ સુધીમાં જામનગર શહેરમાં ૧૩ સ્થળે અને રાત્રિના ૧ર વાગ્યાથી આજ સવારના છ વાગ્યા દરમિયાન ૧૭ સ્થળે આગના છમકલા થયા હતા.

ગઈકાલે બેડીબંદર રોડ પર તિરૂપતી પાર્કમાં ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં આગ ભભૂકી હતી. જ્યારે જનતા ફાટક નજીક કચરાનો ઢગલો સળગ્યો હતો, હાપા પાસે એક મોટરના શો-રૂમ નજીક ઝૂંપડામાં પણ આગ ભભૂકી હતી, દિગ્વિજય પ્લોટ નજીક કચરાનો ઢગલો સળગી ઉઠ્યો હતો, ગોકુલનગર જકાતનાકા પાસે કચરામાં આગ લાગી હતી. તે પછી પોણા ત્રણેક વાગ્યે ગુલાબનગર નજીક ખુલ્લા પ્લોટમાં કચરો સળગી ગયો હતો.

હાપાના ઉદ્યોગનગર પાસે કચરામાં સળગતો ફટાકડો પડતા આગ લાગી હતી. ન્યુ સ્કૂલ નજીક એક બિલ્ડીંગના ચોથા માળે આગ ભભૂકી ઉઠી હતી. પવનચક્કી નજીક નવી જેલરોડ પર ઝાડમાં આગ લાગી હતી. ગુરૂદ્વારા ચોકડી પાસે કચરાના ઢગમાં અઢી વાગ્યે ભડકો થયો હતો, પોણા ત્રણેક વાગ્યે મોરકંડા ધાર પાસે દુકાનમાં આગ લાગી હતી.

રણજીતનગરથી આગળ રૂપિયાના સિક્કા પાસે જેજે ટાવરમાં અઢી વાગ્યે આગ લાગી હતી, પોણા ત્રણેક વાગ્યે લાલવાડી નજીક બાવળની ઝાળી સળગી હતી, સાડા ત્રણ વાગ્યે સ્વામીનારાયણનગરમાં કચરામાં આગ લાગી હતી, સવારે ચાર વાગ્યે નૂરી ચોકડી રોડ પર જાગનાથ પાર્કમાં બાવળની ઝાળી સળગી હતી. સુભાષ પાર્ક રોડ પર લાકડાના ઢગલામાં આગ લાગતા ફાયરબ્રિગેડ દોડી ગયું હતું.

ઉપરોક્ત તમામ સ્થળોએ પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડની ટીમે આગને વધુ પ્રસરતા અટકાવી હતી. તેમ છતાં ફટાકડા ફોડતો એક બાળક હાથમાં દાઝી ગયો હતો જેને સારવાર આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh